વલસાડ : યુવાધનને નશાના રવાડે ચઢાવનાર લેબર કોન્ટ્રાક્ટરની પોલીસે કરી ધરપકડ, 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત

વલસાડ જિલ્લાના વાપીમાં યુવાધનને નશાના રવાડે ચઢાવનાર લેબર કોન્ટ્રાક્ટરની ડુંગરા પોલીસે 14 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • પોલીસે કર્યો નશાના કાળા કારોબારનો પર્દાફાશ

  • વાપીમાં લેબર કોન્ટ્રાક્ટરની કરી લીધી ધરપકડ

  • યુવાઓને નશાના રવાડે ચઢાવતો લેબર કોન્ટ્રાક્ટર

  • 14 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પોલીસે જપ્ત કર્યો

  • પોલીસે રૂ. 1,57,270 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

વલસાડ જિલ્લાના વાપીમાં યુવાધનને નશાના રવાડે ચઢાવનાર લેબર કોન્ટ્રાક્ટરની ડુંગરા પોલીસે 14 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના વાપીમાં યુવાધનને બરબાદ કરી નશીલા પદાર્થના વેચાણનો પોલીસે પર્દાફાશ કર્યો છે. છીરી વિસ્તારના રણછોડનગર ખાતે આશા એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 202માં રહી ધંધો કરતો લેબર કોન્ટ્રાક્ટરને ત્યાં પોલીસે છાપો માર્યો હતો. પોલીસે સ્થળ પરથી 14.267 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો જેની કેનમત રૂ. 1,42,670 મળી આવતા આરોપી અમરેશકુમાર ગણેશપ્રસાદ સિંગની રંગે હાથે ધરપકડ કરી હતી. આરોપી લેબર કોન્ટ્રાકટર નસીલા પદાર્થની પડીકી બનાવીને તેના માણસોને આપતો હતોઅને તેઓ આ પડીકીને માર્કેટમાં વેચતા હતા. જોકેપોલીસે ગાંજા સાથે રોકડ રૂ. 9,600 તેમજ એક મોબાઈલ ફોન કિં. રૂ. 5 હજાર મળી કુલ 1,57,270 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ સાથે જ પોલીસે NDPS એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆરોપી અમરેશકુમાર વાપીની કેટલીક કંપનીઓમાં લેબર સપ્લાય કરે છે. આ સાથે વધુ રૂપિયા કમાવવાની લાલચમાં છેલ્લા દોઢ માસથી તે ગાંજાના ધંધા સાથે સંકળાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.