Connect Gujarat
ગુજરાત

વલસાડ : પૂર્ણા દિવસ નિમિત્તે પોષણ તથા સ્‍વચ્‍છતાના સુત્રો લખવાની અનોખી સ્પર્ધા યોજાય

વલસાડ : પૂર્ણા દિવસ નિમિત્તે પોષણ તથા સ્‍વચ્‍છતાના સુત્રો લખવાની અનોખી સ્પર્ધા યોજાય
X

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પૂર્ણા દિવસ નિમિત્તે કાપડની થેલી પર પોષણ તથા સ્‍વચ્‍છતાના સુત્રો લખવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લાની આંગણવાડીઓમાં કોવિડ-૧૯ની માર્ગદર્શિકાને ધ્‍યાનમાં રાખી ૧૧થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે પૂર્ણ દિવસની ઉજવણીના ભાગ રૂપે કિશોરીઓ દ્વારા કાપડની થેલીઓ ઉપર પોષણ તથા સ્‍વચ્‍છતાના સુત્રો લખી શણગારવાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ હરીફાઈમાં જિલ્લાની ૧પ હજારથી વધુ કિશોરીઓએ ભાગ લીધો હતો.

આ કિશોરીઓ દ્વારા રંગીન મોતી, દોરા, રંગીન પેપરો, વોટર કલર અનાજ, કઠોળ વગેરે દ્વારા સુશોભિત કરી પોષણ અને સ્‍વચ્‍છતા જાગૃતિ અંગેના સંદેશાઓ આપવામાં આવ્‍યા હતા. આ હરિફાઇમાં જેમણે સારો દેખાવ કર્યો હોય એવી કિશોરીઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર આપી પ્રોત્‍સાહક ઇનામ વિતરણ કરવામાં આવ્‍યા હતા.

આ તકે પ્રોગ્રામ ઓફિસર, પૂર્ણા કન્‍સલ્‍ટન્‍ટ ઘટક કચેરીના બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્‍ય સેવિકા, સ્‍થાનિક પદાધિકારીઓ જિલ્લા અને ઘટક કચેરીના પોષણ અભિયાન સ્‍ટાફ જિલ્લાના તમામ આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનોના નેતૃત્‍વ હેઠળ યોજાયેલી હરીફાઈમાં કિશોરીઓએ ઉત્‍સાહભેર ભાગ લઇ સાચા અર્થમાં પૂર્ણા દિવસને સફળ બનાવ્‍યો હતો.

Next Story