Connect Gujarat
ગુજરાત

વલસાડ : સોળસુંબા DGVCL સબ ડિવિઝન કચેરીનું આદિજાતિ વિકાસ રાજયમંત્રીના હસ્‍તે લોકાર્પણ કરાયું

વલસાડ : સોળસુંબા DGVCL સબ ડિવિઝન કચેરીનું આદિજાતિ વિકાસ રાજયમંત્રીના હસ્‍તે લોકાર્પણ કરાયું
X

વલસાડ જિલ્લાના ડી.જી.વી.સી.એલ. સબ ડિવિઝન ઉમરગામનું વિભાજન કરી સોળસુંબા સબ ડિવિઝન કચેરી અલગ કરાતા તેની નવી કચેરીનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે કરાયું હતું.

આ અવસરે મંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, વીજ કંપની દ્વારા ઉદ્યોગો, રહેણાંક, ખેતીવાડી વગેરે માટે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે, ત્‍યારે ઉમરગામમાંથી સોળસુંબા ડિવિઝન છૂટું પડવાથી ગ્રહકોને વધુ સારી સેવાઓ મળી રહેશે. ઉમરગામ વીજ કંપની દ્વારા ઉદ્યોગો અને ઘર વપરાશના ગ્રાહકોની વિશેષ કાળજી લેવામાં આવે છે, જેના થકી ફરિયાદોનું નિવારણ ઝડપી બન્‍યું છે. જ્‍યોતિગ્રામ અને ખેતીવાડી ફીડર અલગ હોવાથી પૂરતા દબાણથી વીજ પુરવઠો મળી રહે છે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો મળતો થયો છે. આ વિસ્‍તારના લોકોની રજૂઆતને ધ્‍યાને લઇ સંતોષકારક ઉકેલ માટે પૂરતા પ્રયાસો હાથ ધરવા અને લોકોની ફરિયાદનો કર્મયોગી બનીને સમયમર્યાદામાં ઉકેલ લાવવા ડી.જી.વી.સી.એલ.ના તમામ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

Next Story