વલસાડ : દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા વૃક્ષો થયા ધરાશાયી,વીજળી ડૂલ થવાની સાથે જનજીવન અસ્તવ્યસ્ત

વલસાડ જિલ્લામાં ઋતુચક્રએ કરવટ બદલતા વાવાઝોડા સાથે વરસાદનું આગમ થયું હતું.વલસાડ જિલ્લાના ધરમપુર,વાંકલ,ઓજર,નવેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવનના જોર સાથે વરસાદ ખાબક્યો હતો.

New Update
  • દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ

  • વાવાઝોડાના જોર સાથે વરસ્યો વરસાદ

  • કમોસમી વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

  • વૃક્ષો ધરાશાયી થવાની સાથે વીજ પુરવઠો ખોરવાયો

  • વરસાદથી ખેતીમાં ઉભા પાકને નુકસાનની ભીતિ 

વલસાડ જિલ્લામાં ઋતુચક્રએ કરવટ બદલતા વાવાઝોડા સાથે વરસાદનું આગમ થયું હતું.વલસાડ જિલ્લાના ધરમપુર,વાંકલ,ઓજર,નવેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવનના જોર સાથે વરસાદ ખાબક્યો હતો.જેના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.તેમજ વૃક્ષ ધરાશાયી થઈને વીજળીના તાર પર પડતા વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો.જેના કારણે જનજીવન પર ભારે અસર પડી હતી.તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખેતરમાં ઉભા પાકને નુકસાન પહોંચવાની ભીતિ સિવાય રહી છે.

દક્ષિણ ગુજરાતમાં ઋતુચક્રમાં આવેલા ફેરફારથી વરસાદી માહોલ સર્જાયો હતો.નવસારી જિલ્લામાં અચાનક પવનના જોર સાથે વરસેલા વરસાદથી જનજીવન પર અસર પડી હતી.નવસારી જિલ્લાના વાંસદા સહિતના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી હતી.કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ હતી.અને ડાંગરના ઉભા પાકને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

Latest Stories