વલસાડ : કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં RPF’ના 40માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાય...

વલસાડના પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં પશ્ચિમ રેલવે સુરક્ષા દળના 40માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વલસાડની મુલાકાતે

  • RPFના 40મા સ્થાપના દિવસની ઉજવણી કરાય

  • પ્રથમવાર ગુજરાતમાં આ ઉજવણી ગૌરવપૂર્ણ ક્ષણ

  • 41 RPF જવાનોને પુરસ્કાર આપી સન્માન કરાયું

  • રેલવે સંપત્તિના સંરક્ષણમાં RPFનું મોટું યોગદાન

વલસાડના પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં પશ્ચિમ રેલવે સુરક્ષા દળના 40માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ (RPF)ના 40માં સ્થાપના દિવસની વલસાડ ખાતેના પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. RPFને વર્ષ 1985માં ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ માન્યતા મળી હતી. અત્યાર સુધી સ્થાપના દિવસ મુખ્યત્વે દિલ્હીમાં જ ઉજવાતો હતો. પરંતુ હવે દેશભરના 9 તાલીમ કેન્દ્રોમાં રોટેશન મુજબ ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમવાર વલસાડ ખાતે આ ઉજવણી એક ગૌરવપૂર્ણ ક્ષણ છે, ત્યારે વલસાડ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રિય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સભાને સંબોધન કરી પ્રશંસનીય સેવા આપનાર 41 RPF જવાનોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. RPFના 40માં સ્થાપના દિવસ રેલવે મુસાફરોની સુરક્ષા અને રેલવે સંપત્તિના સંરક્ષણમાં RPFના યોગદાન, બહાદુરી અને બલિદાનને સમર્પિત છે.

Latest Stories