વલસાડ : વાપી નગરજનોને મળશે ટ્રાફિક માંથી છુટકારો,બલીઠા રેલવે ઓવરબ્રિજનું નાણમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ

અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બનેલો બલીઠા રેલવે ઓવરબ્રિજનું એક તરફનું કામ પૂર્ણ થતા નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
  • વાપી નગરજનોને મળશે ટ્રાફિક માંથી છુટકારો

  • નાણામંત્રીના હસ્તે બલીઠા ઓવરબ્રિજનું કરાયું લોકાર્પણ

  • અંદાજિત 42 કરોડના ખર્ચે તૈયાર થયો છે ઓવરબ્રિજ

  • ઓવરબ્રિજના અભાવે લોકો ટ્રાફિક સમસ્યાથી હતા પરેશાન

  • અન્ય બે ઓવરબ્રિજની પણ ચાલી રહી છે કામગીરી

Advertisment

વલસાડ જિલ્લાના વાપીમાં ટ્રાફિકની સમસ્યા માંથી લોકોને હવે છુટકારો મળી રહ્યો છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બનેલો બલીઠા રેલવે ઓવરબ્રિજનું એક તરફનું કામ પૂર્ણ થતા નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લાના વાપીમાં રૂપિયા 42 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા બલીઠા રેલવે ઓવરબ્રિજનું અનેક રીતે વાપીના છેવાડાના વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર સહિત પડોશી સંઘપ્રદેશ દમણ માટે ફાયદાકારક છે,અને લોકોને વાપીમાં ઠેર ઠેર ઉદભવતી ટ્રાફિકની સમસ્યા માંથી પણ છુટકારો મળી રહેશે.વાપીના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઈનને કારણે શહેર બે ભાગોમાં વહેંચાઈ જાય છે.શહેરના એક તરફથી બીજી તરફ જવા માટે અત્યાર સુધી એક પણ ઓવરબ્રિજ નથી. જૂનો બ્રિજ તોડી પાડ્યા બાદ અત્યારે નવા ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે.પરંતુ અત્યાર સુધી ઓવરબ્રિજના અભાવે રોજિંદા શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.

જોકે હવે વાપીને ટ્રાફિકની સમસ્યા માંથી મુક્તિ મળી રહી છે.વાપીના છેવાડે બલીઠા ઓવરબ્રિજનું કામ એક તરફનું પૂર્ણ થયું છે.આથી રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વાપીને ટ્રાફિક માંથી મુક્તિ મળે તે માટે કરોડોના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું.આ બ્રિજને કારણે વાપીમાં ટ્રાફિકની સમસ્યાથી લોકોને રાહત મળી રહેશે.જોકે બાકીના બે ઓવરબ્રિજ પણ વહેલી તકે પુરા થાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. ત્યાં સુધી વાપીના છેવાડાનો આ બ્રિજ વાપી માટે અનેક રીતે મહત્વનો અને ફાયદાકારક બની રહેશે.

Advertisment
Latest Stories