Connect Gujarat
ગુજરાત

જાસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 2 હજાર પાટીદાર પરિવારોને રૂ. 200 કરોડના ઉમા છત્ર કવચ યોજના હેઠળ આવરી લેવાયા

જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયા ધામમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમસ્ત પાટીદાર સમાજના 2 હજાર પરિવારને રૂ. 200 કરોડના ઉમાછત્ર કવચ યોજના હેઠળ સુરક્ષિત કરાયા છે.

જાસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 2 હજાર પાટીદાર પરિવારોને રૂ. 200 કરોડના ઉમા છત્ર કવચ યોજના હેઠળ આવરી લેવાયા
X

જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયા ધામમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમસ્ત પાટીદાર સમાજના 2 હજાર પરિવારને રૂ. 200 કરોડના ઉમાછત્ર કવચ યોજના હેઠળ સુરક્ષિત કરાયા છે. વિશ્વ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ આર.પી પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા રૂ.200 કરોડની ઉમાછત્ર યોજના તૈયાર કરાઈ છે. આ યોજના નો ઉદેશ્ય સમાજના કોઈ પરિવારના મોભી અથવા કમાનારી વ્યક્તિના અવસાન બાદ તેમના પરિવાર પર આર્થિક સમસ્યા ન આવે તે માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

આ ઉમા છત્ર યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 2 હજાર પાટીદાર પરિવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાસપુર ખાતે નવ નિર્મિત વિશ્વ ઉમિયાધામ જ્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે ત્યાં સુધીમાં વધુ 10 હજાર પાટીદાર પરિવારોને આ યોજના હેઠળ સમાવવાનો લક્ષ્યાંક સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. કોઈ પણ પાટીદાર પરિવાર એક સાથે રૂ.31 હજારનું દાન કરી આ યોજનાનો લાભ લઈ શકે છે.આ યોજનાના કન્વીનર ના જણાવ્યા મુજબ, ઉમાછત્ર યોજના હેઠળ સભ્યોનું 55 વર્ષ કે તેથી ઓછી ઉંમરે આકસ્મિક, કુદરતી કે ગંભીર બીમારીના કારણે અવસાન થાય તો સંસ્થાના સભ્ય જાતે પરિવારને બેસણા ના દિવસે 10 લાખનું આર્થિક કવચ આપશે.ઉમા છત્ર યોજનામાં કોઈ વ્યક્તિ 2200ના પ્રીમિયમ ની જગ્યા 31 હજાર સુધીનું દાન એક સાથે આપી શકે છે. આ યોજનામાં કોઈ પણ પાટીદાર પરિવાર માત્ર રૂ.4 હજારનું રજિસ્ટ્રેશન કરી અને 55 વર્ષ સુધી 1200થી 2200નું સહભાગી દાન કરી યોજના નો લાભ લઈ શકે છે.

Next Story