રાજ્યમાં 8 હજાર એસ.ટી.બસના પૈડા હવે નહીં થંભે, સરકાર સાથેની બેઠક બાદ એસ.ટી.ના સંગઠનોએ હડતાળ પરત ખેંચી

New Update

એસ.ટી નિગમના ત્રણેય સંગઠનોની વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થઈ છે. જેમાં ત્રણેય સંગઠનના પ્રતિનિધિઓ સાથે લાંબી ચર્ચા કર્યા બાદ વિભાગે એસટી કર્મચારીઓના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હૈયાધારણ આપી છે. જેને લઇને કર્મચારીઓની માસ સીએલ પર જવાની જાહેરાતને પરત લેવામાં આવી છે.આ માંગણીઓ નિગમના કર્મચારીઓએ દર્શાવી હતી.

એસ.ટી.ના કર્મચારીઓના ફિક્સ પગારમાં 16 હજાર પગાર ચૂકવવામાં આવે છે, જે મોટી અસમાનતા છે. આ સિવાય નિગમના નિવૃત્ત થતા કર્મચારીઓને 240 રજાનું રોકડમાં રૂપાંતર, એસટી અને કંડકટરના નાઈટ એલાઉન્સમાં હાલ માત્ર 100 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 150 રૂપિયા કરવામાં આવે તેવી નિગમ માંગ કરવામાં આવી રહી છે. આ સિવાય લેબર વિભાગ સાથે થયેલ કરાર પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવે. એસ.ટી નિગમના સંગઠનોની માંગ છે કે વર્ષ 2018 બાદ ભરતી થયેલ કંડકટર અને ડ્રાઈવરનો પગાર ગ્રેડ પે સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે.