Connect Gujarat
ગુજરાત

"જય જય શ્રી રામ"ના નાદ સાથે હૈયે હૈયું દલાયું, રાજ્યભરમાં રામલલ્લાની ભવ્ય શોભાયાત્રાઓ નીકળી…

આજના દિવસે અમરેલી અને કચ્છ સહિતના વિવિધ જિલ્લાઓમાં રામનવમીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

X

આજે અયોધ્યાના રાજા ભગવાન શ્રી રામની જન્મજયંતિનો પવિત્ર પર્વ રામ નવમી છે, ત્યારે આજના દિવસે અમરેલી અને કચ્છ સહિતના વિવિધ જિલ્લાઓમાં રામનવમીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

સનાતન ધર્મમાં રામ નવમીનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ત્યારે આજરોજ રામનવમી નિમિત્તે રાજ્યભરમાં ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય રહ્યા છે. અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં રામનવમી નિમિત્તે ભગવાન રામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. "જય જય શ્રી રામ"ના નાદ સાથે હૈયે હૈયું દલાઈ એટલી જનમેદની ઉમટી પડી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભવ્ય રામલલ્લાની શોભાયાત્રામાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છ જીલ્લામાં રામનવમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. લખપત તાલુકાના પાન્ધો ખાતે શ્રી સમસ્ત હિન્દુ સમાજ લખપત આયોજીત વિરાટ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લખપત તાલુકાના વિવિધ ગામોમાં રામનવમી પર્વે નીકળેલી રામરથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ગાંધીધામમાં પણ રામનવમી નિમિત્તે નીકળી શોભાયાત્રામાં બાળકોએ ધારણ કરેલી વેશભૂષાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. રામનવમીની ભવ્ય ઉજવણી માટે મોટી સંખ્યામાં ભાવિકો ભક્તો ઉમટી પડ્યા હતા.

Next Story