અંકલેશ્વરમાં આંતરરાષ્ટ્રીય દોડવીર પેટ ફાર્મર નું ઉમળકાભેર સ્વાગત કરાયું

New Update
અંકલેશ્વરમાં આંતરરાષ્ટ્રીય  દોડવીર પેટ ફાર્મર નું ઉમળકાભેર  સ્વાગત કરાયું

કન્યા કેળવણી અને યુવાનોને પ્રોત્સાહીત કરવા માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધીનો 4600 કી.મી નો પ્રવાસ દોડીને ખેડશે

આંતરરાષ્ટ્રીય ઓસ્ટ્રેલીયન દોડવીર પેટ ફાર્મરનું અંકલેશ્વરનાં ખરોડ ગામ પાસે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

ઓસ્ટ્રેલીયામાં યુથ તેમજ સ્પોર્ટસ મિનીસ્ટર તરીકે રહી ચુકેલા પેટ્રીક ફાન્સીસ ડેનિયલ કેજેઓ પેટ ફાર્મરનાં હુલામણા નામથી ઓળખાય છે. પેટ ફાર્મર ચેરીટી માટે ભારત માં આવ્યા છે અને કન્યાકુમારી થી 26મી જાન્યુઆરી 2016નાં રોજ થી તેઓ સ્પીરીટ ઓફ ઇન્ડિયા રન અંતર્ગત દોડ લગાવીને અંદાજીત 4600 કિલોમીટર લાંબી યાત્રા સર કરી કાશ્મીર પહોંચશે.

પેટ ફાર્મર ની ટીમમાં તેઓની પત્ની તાનીયા ફાર્મર તેમજ કેવીન તથા જ્યોર્સ કેફી સહિતનાં જોડાયા છે, 45 હજારથી વધુ રન લગાવનાર પેટ ફાર્મર ભારતમાં કન્યાકેળવણી તેમજ યુંવાનોને પ્રોત્સાહિત કરવા માટે તેઓ આ દોડ લગાવી રહયા છે.

અંકલેશ્વર નેહાનં 8 ખરોડ ગામ પાસે તેઓનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે પ્રાંત અધિકારી દીપક શુક્લા પણ ઉપસ્થિત રહ્યા હતા.

પેટ ફાર્મરે એક વાતચીતમાં જણાવ્યું હતું કે જયારે ભારત ની વાત વૈશ્વિક સ્તરે થાય છે. ત્યારે ભારતીય વિવિધ ભાષા, સંસ્કૃતિ, લોક્નુત્યો સહિત ભારત ખુબજ કલર ફુલ છે, અહીયાના લોકો પણ વિનમ્ર અને આનંદીત છે, અને કન્યાકુમારી થી ગુજરાત ની યાત્રામાં લોકો નો ખુજ સારો સહકાર મળ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું,

પેટ ફાર્મર રોજનો 80 કિલોમીટર ની દોડ લગાવે છે, 54 વર્ષીય પેટ ફાર્મર યુવાનો માટે પણ પ્રેરણા રૂપ બની ગયા છે, ઉપરાંત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરવતા દેશની સંસ્કૃતિ ને વિશ્વસમક્ષ મુકવાનો આશય હોવાનું પણ પેટ ફાર્મરે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

Latest Stories