Connect Gujarat
ગુજરાત

ગુજરાત રાજ્યને રમત-ગમત વિભાગ ક્ષેત્રે સર્વ શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ મળ્યો.

ગુજરાત રાજ્યને રમત-ગમત વિભાગ ક્ષેત્રે સર્વ શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ મળ્યો.
X

દિલ્હી ખાતે યોજાયેલા એક સમારોહમાં ફિક્કી દ્વારા ઇન્ડીયા સ્પોટર્સ એવોર્ડ-ર૦૧પ યોજવામાં આવ્યો હતો.જેમાં ગુજરાતને રમત-ગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપનારા સર્વશ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.ગુજરાત રાજ્યએ ખેલ મહાકુંભનાં વિરાટ રમોત્સવ સ્પોર્ટ્સ સ્કુલ,ખેલ પ્રતિભા પુરસ્કાર તથા મહિલા ખેલાડી ઓને પ્રોત્સાહન પુરસ્કાર વગેરે વિશિષ્ટ પ્રદાન માટે ગુજરાતની શ્રેષ્ઠ રાજ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે.

IMG_20160225_192738

આ એવોર્ડ માટે દેશનાં અન્ય રાજ્યો હરિયાણા,કેરાલા,અને મણિપુરને પણ નામાંકિત કરવામાં આવ્યા હતા.ગુજરાતની આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતની ખેલકુદ પ્રતિભાઓના સામર્થ્યથી આ એવોર્ડ પ્રાપ્ત થયો છે,જે બદલ કર્મયોગીઓ ખેલાડીઓને બિરદાવ્યા છે.

Next Story