પાનોલી જીઆઈડીસી ની કંપનીમાં ચોરી કરનાર ચોર ઝડપાયો.
BY Connect Gujarat18 March 2016 12:30 PM GMT

X
Connect Gujarat18 March 2016 12:30 PM GMT
ભરૂચ એલસીબી પોલીસે પાનોલી જીઆઈડીસી ની માલડી કેટેલીસ્ટ પ્રા.લી.માં તારીખ 30.12.2015 ના રોજ ચોરી થઇ હતી.જે અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં કંપની સંચાલક મેહુલ નાયકે ફરિયાદ દર્જ કરાવી હતી.જે ચોરી નો ભેદ ભરૂચ એલસીબી પોલીસે ઉકેલી કાઢ્યો છે.ભરૂચ એલસીબી પોલીસે ની ટીમ પાનોલી માં પેટ્રોલિંગ માં હતી ત્યારે બાકરોલ ગામનો લલેન્દ્ર મહંતો પોલીસને શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.પોલીસ પૂછપરછમાં તેને માલડી કેટેલીસ્ટ પ્રા.લી માં મશીનરી ચોરી ની કબુલાત કરી હતી.તેથી પોલીસે તેની ધરપકડ કરીને રૂપિયા 70000 નો સમાન રીકવર કર્યો હતો.તેમજ તેના અન્ય સાથીદારોની ધરપકડ માટેના પોલીસે ચક્રોગતિ માં કાર્ય છે.
Next Story