New Update
ભરૂચ શહેરનાં રોટરી કલબ ખાતે જવેલર્સ એસોસિએશનની એક બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરાથી જ્વેલર્સ એસોસિએશનનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જીલ્લામાંથી મોટી સંખ્યામાં સુવર્ણો ઉપસ્થિત રહયા હતા અને અમદાવાદનાં હરૂભાઈ ઝવેરી, રાજુભાઈ ઝવેરી, આણંદનાં મનહરભીઈ સોની તથા વડોદરાનાં શશીકાંત પાટડીયાએ જ્વેલર્સોને માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ અને એકસાઈઝ ડ્યુટીનાં કાળા કાયદો નાબુદ કરવા સંદર્ભેની માંગ કરી હતી તેમજ જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા એકસાઈઝ ડ્યુટીનો કાળો કાયદો રદ કરવામાં નહિં આવે ત્યાં સુધી તમામ જ્વેલર્સો પોતાનો વ્યવસાયિ બંધ રાખશે તેવી કટીબધ્ધતા દર્શાવી હતી.