Connect Gujarat
ગુજરાત

ભરૂચ તાલુકા પંચાયત નું રૂપિયા 68.44 લાખ ની પુરાંત વાળું બજેટ મંજુર.

ભરૂચ તાલુકા પંચાયત નું રૂપિયા 68.44 લાખ ની પુરાંત વાળું બજેટ મંજુર.
X

IMG_1503

ભરૂચ તાલુકા પંચાયત કચેરીના સભા ખંડ ખાતે તારીખ-15મી માર્ચના રોજ પ્રમુખ સમીમબનું પટેલ ની અધ્યક્ષતા હેઠળ સામાન્ય સભા મળી હતી.જેમાં વર્ષ 2016-2017 માટે રૂપિયા 68.44 લાખ ની પુરાંત વાળું અંદાજ પત્ર રજુ કરવામાં આવ્યું હતું.બજેટ માં રૂપિયા 3.18 કરોડ ની આવક સામે 2.49 કરોડ ની જાવક બતાવવામાં આવી હતી.અંદાજપત્ર નો વિરોધ પક્ષે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.

Next Story