Connect Gujarat
Featured

ગુજરાતનું ગૌરવ : પ્રિયંકા ખેરે વિદેશની ભૂમિ પર ગુજરાતી ગીતો ગાઈને ગુજરાતનું નામ રોશન કર્યું

ગુજરાતનું ગૌરવ : પ્રિયંકા ખેરે વિદેશની ભૂમિ પર ગુજરાતી ગીતો ગાઈને ગુજરાતનું નામ રોશન કર્યું
X

ભારત એ સૂર, સંગીત અને સાહિત્ય માટે એક જાણીતો દેશ છે. ગુજરાત રાજ્યમાં જ્યારે સંગીત અને ગાયિકાની વાત થાય ત્યારે પ્રિયંકા ખેરનું નામ ઇજ્જત અને માનથી લેવામાં આવે છે. નાની ઉમરથી જ ગાયિકા બનવાનું સપનું ધરાવતાં પ્રિયંકાએ ઘણાં ગીતો ગાયાં છે. પ્રિયંકા ખેરના ગીતો તમને એમની યૂટ્યૂબ ચેનલ પર જોવા મળશે. તેમણે આપણાં ગુજરાતી ગીતોને એક સાથે જોડીને અવનવાં ગીતો આપ્યા છે અને એ ગીતો લોકોએ ખૂબ જ પસંદ કર્યા છે. તેમનું એક ગીત "જુનાગઢ શેરની બજારમાં"ઘણું લોકપ્રિય બન્યું છે. તેમની યૂટ્યૂબ ચેનલ પર તેમનું એક ગીત ગુજરાતી મેશઅપ "સાયબો મારો"ઘણું હિટ ગયું છે. તાલ, લય અને સૂરના સંગમથી બનતું ગીત એ લોકોના દિલમાં ઉતરી જાય છે. જ્યારે વાત ગુજરાતી ગીતો અને ભાષાની હોય ત્યારે ગુજરાતી લોકો એ ગીતોને દિલથી વધાવી લેતા હોય છે.

ગુજરાતી ગીતો એ દુનિયાભરના લોકો માટે કર્ણપ્રિય બન્યાં છે. ગુજરાતની ગાયિકા પ્રિયંકા ખેર એ ગુજરાત અને ભારતને સંગીતક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ગૌરવ અપાવનાર ગાયિકા છે. 2018માં જ્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર દ્વારા "ઉત્સવ"નામનો એક અધિવેશન યોજવામાં આવ્યો હતો ત્યારે પ્રિયંકા ખેરે પોતાના મધુર કંઠે ગુજરાતી ગીતોની ધૂમ મચાવી હતી. વિદેશની ધરતી પર ગુજરાતી ગીતો ગાઈને ગુજરાતને ગૌરવ અપાવનાર પ્રિયંકા ખેર એ ખરેખર ગુજરાતનું ગૌરવ છે. ભારતની સંસ્કૃતિને વિદેશની ધરતી પર રોશન કરનાર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો દ્વારા શુભેચ્છા પણ પાઠવી હતી. ગુજરાતી ગીતો અને ગુજરાતી ભાષા એ લોકપ્રિય છે. પરંતુ તેને લોકપ્રિય બનાવવા માટે કળા અને કારીગરીની જરૂર પડે છે. અને ગાયન એક એવી કળા છે જે ગીતો દ્વારા ભાષાને ખૂબ જ સુંદર રીતે વર્ણવી છે. પ્રિયંકાએ પોતાની મધુર ગાયિકા દ્વારા ગુજરાતને રોશન કર્યું છે.

ગુજરાતી ગાયિકામાં સારી સફળતા મેળવનાર પ્રિયંકા ખેર એ પોતાના ગીતો અને મધુર સ્વર માટે લોકપ્રિય છે. પ્રિયંકા ખેરે લાઈવ શો પણ કરેલા છે. તેમણે કલ્ચરલ, લગ્નો તેમજ નવરાત્રીમાં પણ લાઈવ પેરફોમન્સ આપેલાં છે. તે એક સામાન્ય પરિવારમાથી આવે છે છતાં, તેમણે એ સાબિત કરી દીધું કે સપનાં ને ગરીબી સાથે કોઈ લેવાદેવા નથી સફળતા માત્ર કર્મો અને પ્રયાસોથી મળે છે. પ્રિયંકા ખેર નાનપણથી જ સ્કૂલ,કોલેજ અને ઘણી બીજી ઈવેન્ટોમાં ભાગ લઈને પોતાની કળાને વિકસાવી છે. પ્રિયંકા ખેરના ગીતો તમને એમની યૂટ્યૂબ ચેનલ પર જોવા મળશે.

Next Story