ભરૂચઃ લિંકરોડ સ્થિત HDFC બેન્કનાં એ.સીમાં બ્લાસ્ટ, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

New Update
ભરૂચઃ લિંકરોડ સ્થિત HDFC બેન્કનાં એ.સીમાં બ્લાસ્ટ, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

બેન્કનાં એ.સી. ખરાબ થતાં રીપેરીંગ કામ દરમિયાન થયો બ્લાસ્ટ, ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

ભરૂચના લિંક રોડ ઉપર આવેલી HDFC બેંકના બીજા માળે આજે એ.સી રીપેરીંગનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટમાં ત્રણ લોકોને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.publive-image

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે એચડીએફસી બેન્કનાં એ.સીના કોમ્પ્રેસર ગેસ ભરવાની કામગીરી ચાલી રહી હતી. તેવામાં અચાનક બ્લાસ્ટ થયો હતો. ધડકાભેર અવાજ થતાં એક સમયે લોકો ના જીવ તાળવે ચોટયા હતા. તો બ્લાસ્ટના કારણે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ બ્લાસ્ટના કારણે બેન્કમાં આવેલા ખાતે દારો અને કર્મચારીઓમાં ભય સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટનો અવાજ થતાંની સાથે જ લોકો બેન્કની બહાર દોડી આવ્યા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, બેન્કમાં કાંચ પણ ફૂટ્યા હતા. થોડા સમય માટે બેન્કમાં કામકાજ ઉપર પણ અસર જોવા મળી હતી.

Latest Stories