ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એચઆઇવી / એઇડસ અંગે જાગૃતિ લાવવા માટે કોમ્યુનીટી ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં આરોગ્ય તથા કાયદાકીય સહિતની બાબતોની જાણકારી પુરી પાડવામાં આવી હતી. ભરૂચમાં એચઆઇવી / એઇડસના દર્દીઓ માટે ડેવલોપમેન્ટ સપોર્ટ ટીમ કાર્યરત છે. સંસ્થા તરફથી આ બિમારીને લઇ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે તેમજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. અંકલેશ્વરમાં એચઆઇવી / એઇડસ વિષે આરોગ્ય તથા કાયદાકીય બાબતોની જાણકારી મળી રહે તે માટે કોમ્યુનીટી ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં અંકલેશ્વર તાલુકા બાર એસોસીએશનના પ્રમુખ એમ.એમ. સુકી, સેક્રેટરી રવિભાઇ જોષી, ઇનરવ્હીલ કલબ ઓફ ભરૂચના પ્રમુખ રીઝવાનાબેન તથા અન્ય મહેમાનો હાજર રહયાં હતાં. કોમ્યુનીટીના 80થી વધારે ભાઇઓ તથા બહેનોએ ઇવેન્ટનો લાભ લીધો હતો.
અંકલેશ્વર : HIV / AIDS અંગે જાગૃતિ લાવવા માટે કોમ્યુનીટી ઇવેન્ટનું આયોજન
એચઆઇવી / એઇડસ અંગે જાગૃતિ લાવવા ડેવલોપમેન્ટ સપોર્ટ ટીમ કાર્યરત છે. સંસ્થા તરફથી આ બિમારીને લઇ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે
New Update