Connect Gujarat
આરોગ્ય 

નિઃસંકોચ આ હેલ્ધી અને ટેસ્ટી ભારતીય નાસ્તાને તમારા આહારનો ભાગ બનાવી શકાય, કોલેસ્ટ્રોલ વધશે નહીં.

એવા કયા ભારતીય નાસ્તા છે, જેને ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ નહીં વધે.

નિઃસંકોચ આ હેલ્ધી અને ટેસ્ટી ભારતીય નાસ્તાને તમારા આહારનો ભાગ બનાવી શકાય, કોલેસ્ટ્રોલ વધશે નહીં.
X

આ ભાગદોડ વાળી લાઈફ અને બદલાતી જીવન શૈલીને કારણે આજકાલ લોકો જે સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે તેમનું વધતું વજન અને કોલેસ્ટ્રોલ છે, જેને ઘટાડવા માટે લોકો દરરોજ જીમમાં પરસેવો પાડે છે. વજન વધવાનું કારણ ખરાબ ખાનપાન, કલાકો સુધી બેસી રહેવું અને શારીરિક પ્રવૃત્તિઓ ન કરવી. જો કે તેનું મુખ્ય કારણ ખાવાની ખરાબ આદતો છે. આજકાલ મોટાભાગના લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે. બાળકોને પણ બહારનું તળેલું ખાવાનું પસંદ છે, જેના કારણે વજન વધવું સામાન્ય છે.

ઘણા લોકોને સ્ટ્રીટ ફૂડ ખૂબ જ ગમે છે, જેના કારણે તેઓ તેનું રોજ સેવન કરે છે, જેના કારણે કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ખોરાક છે જેના સેવનથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ નથી વધતું અને તમે તેને કોઈપણ સંકોચ વગર ખાઈ શકો છો. તો ચાલો જાણીએ કે એવા કયા ભારતીય નાસ્તા છે, જેને ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ નહીં વધે-

ચણા ચાટ :-

ચાટનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. લોકોને ચાટ બહુ ભાવે છે.પ્રોટીનથી ભરપૂર ચણા ચાટનું સેવન તમારા માટે સારું છે. આ ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ પણ વધતું નથી.

મગ દાળના પુડલા :-

મગની દાળના પુડલા પણ પ્રોટીનનું પાવરહાઉસ છે. તેનું સેવન કરવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધતું નથી અને તમને ભરપૂર એનર્જી મળે છે.

ખાખરા અને હમસ :-

આખા અનાજમાંથી બનાવેલ ખાખરા અને હમસ તમારા હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં સારી માત્રામાં ફાઈબર હોય છે.

ખમણ કે ઢોકળા :-

ખમણ અથવા ઢોકળા ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. તેમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે, તેથી તેના સેવનથી કોલેસ્ટ્રોલ વધતું નથી.

રાગી ચિપ્સ :-

ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર રાગીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નાસ્તા માટે રાગી ચિપ્સ હળવા અને પૌષ્ટિક વિકલ્પ છે.

ભેળ પુરી :-

મમરા, આમલીની ચટણી, ઓછા મસાલા અને શાકભાજીથી ભરપૂર, ભેલ પુરી એક આરોગ્યપ્રદ નાસ્તો છે. તેનું સેવન કરવાથી પેટ ભરાય છે અને કોલેસ્ટ્રોલ પણ નથી વધતું.

Next Story