Connect Gujarat
આરોગ્ય 

થોડા દિવસોમાં વજન ઘટાડવું હોય તો આ ડ્રિંક પીવાનું સ્ટાર્ટ કરો દો, વજન ઘટશે ફટાફટ....

ઘણા લોકો માટે વજન ઓછું કરવું મુશ્કેલ થઈ જાય છે. વજન ઝડપથી ઓછું કરવું હોય તો એક્સરસાઇઝની સાથે ડાયટ નું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે.

થોડા દિવસોમાં વજન ઘટાડવું હોય તો આ ડ્રિંક પીવાનું સ્ટાર્ટ કરો દો, વજન ઘટશે ફટાફટ....
X

ઘણા લોકો માટે વજન ઓછું કરવું મુશ્કેલ થઈ જાય છે. વજન ઝડપથી ઓછું કરવું હોય તો એક્સરસાઇઝની સાથે ડાયટ નું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે. જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને વજન ઝડપથી ઘટાડવું છે તો તમે દૈનિક આહારમાં કેટલાક ડ્રિંક્સ નો સમાવેશ કરી શકો છો. જમ્યા પહેલા આ ડ્રિંક્સ નું સેવન કરવાથી અથવા તો ડાયટ ની સાથે આ ડ્રિંક્સ લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ ડ્રિંક્સની ખાસ વાત એ છે કે તેમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

સફરજનનો જ્યુસ

· સફરજન સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે તેમાં રહેલા ડાયટરી ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ શરીરને સ્વસ્થ રાખે છે તેમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે. નિયમિત સફરજનનું જ્યુસ પીવાથી શરીરને એનર્જી મળે છે.

છાસ

· છાશમાં ગેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને તે પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે. ખોરાકનું પાચન કરવામાં પણ છાશ મદદ કરે છે તેનાથી શરીર હાઈડ્રેટ રહે છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમણે છાશ પીવી જ જોઈએ.

જલજીરા

· જલજીરા ખાટું મીઠું પીણું છે તે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ છે. તેમાં ફુદીના આમલી આદુ, મરચા નો ઉપયોગ થાય છે. જે શરીર માટે ફાયદાકારક હોય છે અને શરીરને ફ્રેશ કરે છે.

ગ્રીન ટી

· ગ્રીન ટી એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે જે લોકોને વજન ઓછું કરવું હોય છે તેમણે નિયમિત ગ્રીન ટી પીવી જોઈએ. ગ્રીન ટી પીવાથી વારંવાર ભૂખ લાગવાની સમસ્યા થતી નથી અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

કાકડીનો રસ

· વજન ઘટાડવા માટે દિવસ દરમિયાન કાકડી નો રસ પીવાથી પણ ફાયદો થાય છે. તેમાં કેલેરી નું પ્રમાણ ઓછું હોય છે અને પોષક તત્વો ભરપૂર તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

Next Story