Connect Gujarat
આરોગ્ય 

જો તમે વજન ઘટાડવા માંગો છો,તો કેરીને કરો આહારમાં સામેલ

ઉનાળાની સિઝન ચાલી રહી છે અને તેની સાથે જ કેરી ખાવાની સિઝન પણ આવી ગઈ છે. કેરી એક એવું ફળ છે જે બધાને પ્રિય તો હોય જ છે

જો તમે વજન ઘટાડવા માંગો છો,તો કેરીને કરો આહારમાં સામેલ
X

ઉનાળાની સિઝન ચાલી રહી છે અને તેની સાથે જ કેરી ખાવાની સિઝન પણ આવી ગઈ છે. કેરી એક એવું ફળ છે જે બધાને પ્રિય તો હોય જ છે, પણ તેનાથી દૂર રહે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે કેરી ખાવાથી ઝડપથી વજન વધી શકે છે. અને જો તમારે વજન ઓછું કરવું હોય તો કેરી ન ખાવી જોઈએ. જો કે, આ સાચું નથી, તમે વજન વધાર્યા વગર કેરી ખાઈ શકો છો. કેરી ખાવાના ઘણા ફાયદા છે.

કેરી સૂક્ષ્મ પોષકતત્વો અને ફાઈબરથી ભરપૂર છે. તેથી જ્યારે તમે સ્પેશિયલ ડાયટ ફોલો કરી રહ્યાં હોવ ત્યારે પણ તમે તેને ખાઈ શકો છો. જો કે, તેની માત્રા પર ધ્યાન આપો, વધુ પડતી કેરીઓ ન ખાઓ. વધુ પડતું કંઈપણ ખાવું નુકસાનકારક જ છે. કેરી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ વધુ ખાવાથી અથવા કેરી સાથે ખોરાકનો મોટો ભાગ ભરવાથી ફાયદો થશે નહીં.

આમરસ અથવા કેરી સામાન્ય રીતે ભારતમાં લંચ અથવા ડિનર પછી ખાવામાં આવે છે. જો તમે ભોજન સાથે કેરી ખાશો તો જરૂર કરતાં વધુ ખવાઇ જશે.

હેલ્ધી નાસ્તા તરીકે કેરી ખાઓ. કેરીમાં ડાયેટરી ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, તેથી તે નાસ્તા માટે શ્રેષ્ઠ છે. આ સિવાય કેરી એનર્જી બૂસ્ટર તરીકે પણ કામ કરે છે, તેથી તમે તેને વર્કઆઉટ પહેલા પણ ખાઈ શકો છો. આ સિવાય તમે તેને સ્મૂધીમાં અથવા દહીંમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.

કેરીનો રસ બનાવવાથી તેના ફાઈબર દૂર થઈ જાય છે, જેના કારણે પેટ નથી ભરાતું તેને કાપીને નાસ્તા તરીકે ખાઓ, જેથી તમારું પેટ ભરાઈ જાય છે.

Next Story