જો તમને એસિડિટીની સમસ્યા હોય તો જાણો આ ઉપાય; એસિડિટીમાંથી છુટકારો અપાવવામાં કરશે મદદ
ફૂડ ઈન્ટેક, અધિક માત્રામાં ભોજન કરવું, યોગ્ય ઊંઘ ન લેવી આ તમામ બાબતોને કારણે એસિડિટી તથા અન્ય પેટની સમસ્યા થઈ શકે છે

અનેક લોકો દૈનિક જીવનમાં એસિડિટીની સમસ્યાનો સામનો કરે છે. ફૂડ ઈન્ટેક, અધિક માત્રામાં ભોજન કરવું, યોગ્ય ઊંઘ ન લેવી આ તમામ બાબતોને કારણે એસિડિટી તથા અન્ય પેટની સમસ્યા થઈ શકે છે. જીવનશૈલીમાં કેટલાક ફેરફાર તથા આહાર પ્રણાલીમાં કેટલાક ખાદ્ય પદાર્થ ઉમેરવાથી એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે.
ન્યુટ્રીશનિસ્ટ અને આયુર્વેદિક પ્રેક્ટિશનર જૂહી કપૂરે એસિડિટીની સમસ્યાથી રાહત મેળવવા માટે કેટલીક માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, 'દૈનિક આહારશૈલીમાં કેટલાક ખાદ્યપદાર્થ ઉમેરવાથી એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે. મોટાભાગના કેસમાં અયોગ્ય જીવનશૈલીના કારણે એસિડિટી થાય છે. મોડી રાત સુધી જાગવાથી, યોગ્ય સમયે ભોજન ન કરવાથી, અધિક ભોજન કરવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.'
રિપોર્ટ પરથી જાણી શકાય છે કે, અધિક માત્રામાં મસાલેદાર ભોજન અથવા યોગ્ય સમયે ભોજનના કરવાથી એસિડિટીની સમસ્યા થાય છે.
એસિડિટીથી રાહત મેળવવા માટે નીચે મુજબના આહાર ફાયદાકારક છે.
કેળા: સવારે નાશ્તામાં એક કેળાનું સેવન જરૂરથી કરવું જોઈએ. જેનાથી એસિડિટી થવાની સંભાવના ઓછી થઈ જાય છે.
તકમરિયા: નિયમિત એક ગ્લાસ પાણીમાં બે ચમચી તકમરિયા નાંખીને તે પાણીનું જરૂરથી સેવન કરવું જોઈએ. તકમરિયાની પ્રકૃતિ ઠંડી હોય છે, જે એસિડિટીની સમસ્યાથી રાહત આપવામાં સહાય કરે છે. જૂહી કપૂરે જણાવ્યું કે, માસિકધર્મ દરમિયાન અથવા સર્દી-ખાંસી થઈ હોય તો તકમરિયાનું સેવન ન કરવું જોઈએ.
નારિયેળ પાણી: જૂહી કપૂરે જણાવ્યું છે કે, સવારે 11 વાગ્યે એક ગ્લાસ નારિયેળ પાણીનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા ઓછી થઈ જાય છે.
નીચે જણાવેલ આદતોમાં ફેરફાર કરવાથી એસિડિટીની સમસ્યાથી રાહત મળશે
થોડી થોડી વારે ઓછી માત્રામાં ભોજન કરો.
વધુ પડતા પ્રોટીનનું સેવન ના કરવું.
સપ્તાહમાં માત્ર 2 થી 3 વાર માંસાહારી ભોજન કરવું જોઈએ.
દૈનિક આહારમાં અનાજ જરૂરથી હોવું જોઈએ.
ભોજન કર્યા બાદ 100 પગલા સુધી ચાલવું જ જોઈએ.
વજ્રાસનમાં બેસો.
હંમેશા સકારાત્મક અને ખુશ રહો.
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTવડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું...
17 Aug 2022 12:45 PM GMTભરૂચ : નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીનો ભેદ...
16 Aug 2022 10:16 AM GMTઅંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ...
14 Aug 2022 9:38 AM GMT
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ કે ગોલ્ડનબ્રિજ પર ફોટોગ્રાફી કરાવવા તમારું...
18 Aug 2022 4:48 PM GMTસુરત: મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ,જુઓ...
18 Aug 2022 1:47 PM GMTજુનાગઢ: ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર,ખેડૂતોને રાતા પાણીએ રોવાનો...
18 Aug 2022 1:16 PM GMTસુરત: શાળામાં ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષિકા ધૂણી રહ્યા હોવાનો...
18 Aug 2022 12:37 PM GMTભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોના રાજીનામા, જગદીશ...
18 Aug 2022 12:21 PM GMT