/connect-gujarat/media/post_banners/0750ad4e0dc9be44e926f40ce11ac19f5db3083b5c9125edf35241c32ea1ee05.webp)
સ્વાદ અને પોષણથી ભરપૂર, પપૈયા એ ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વોનો ભંડાર છે. જે આપણા સમગ્ર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ તમે તેના ફાયદા ત્યારે જ મેળવી શકો છો જ્યારે તમે તેને યોગ્ય સમયે અને યોગ્ય રીતે ખાશો.
તો ચાલો જાણીએ પપૈયાને કઈ રીતે ખાવા જોઈએ...
-સવારે ખાલી પેટ પપૈયાનું સેવન કરો. તે પેટ અને પાચન તંત્રને દિવસભર સંતુલિત રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે તમને દિવસભર એનર્જેતિક રાખે છે.
-પપૈયું ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. કારણ કે આવું કરવું તમારી પાચન તંત્ર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આમ કરવાથી પેટના પીએચ લેવલ અસંતુલિત થાય છે.
-દૂધ અને પપૈયાનું ક્યારેય એકસાથે સેવન ન કરો. કારણ કે આ બંનેમાં લેક્સેટિવ તત્વ હોય છે, જેના કારણે ડાયેરિયા અને લૂઝ મોશનની સમસ્યા થઈ શકે છે.
-નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન દ્વારા પ્રકાશિત અભ્યાસ, પપૈયામાં હાજર આવશ્યક પોષક તત્વો વિશે વાત કરે છે, જે મુજબ પપૈયા કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, પ્રોટીન, વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી9, પોટેશિયમ અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે.
-પપૈયું હૃદયના સ્વાસ્થ્ય માટે, પાચન ક્રિયાને મજબુત કરવામાં, ત્વચાના નિખાર માટે, હાંડકાઓને મજબુત કરવામાં, વાળની સુંદરતા માટે ખાવું ફાયદાકારક છે.