આ સમસ્યાઓથી પીડાતા લોકોએ દૂધનું સેવન ન કરવું જોઈએ,વાંચો
દૂધમાં કેલ્શિયમ, વિટામીન A, K અને B12ની સાથે, થાઇમિસ અને નિકોટિનિક એસિડ જેવા ઘણા તત્વો હોય છે.

દૂધમાં કેલ્શિયમ, વિટામીન A, K અને B12ની સાથે, થાઇમિસ અને નિકોટિનિક એસિડ જેવા ઘણા તત્વો હોય છે. આ જ કારણ છે કે દૂધને બાળકોથી લઈને પુખ્ત વયના લોકો માટે સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. રોજ દૂધ પીવાથી શરીરને એનર્જી મળે છે, ઘણા જરૂરી પોષણની પૂર્તિ થાય છે અને નબળાઈ પણ દૂર થાય છે, પરંતુ બીજી તરફ કેટલાક લોકો માટે દૂધનું સેવન નુકસાનકારક હોય છે. તો ચાલો જાણીએ કે કયા લોકોએ દૂધ પીવાનું ટાળવું જોઈએ.
1. એલર્જી :-
કેટલાક લોકોને દૂધ પીવાથી એલર્જી પણ થાય છે. આનું કારણ પણ લેક્ટોઝ છે. આ રીતે તે રોગપ્રતિકારક શક્તિને અસર કરી શકે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ અથવા ત્વચા પર લાલ ફોલ્લીઓ સાથે શરીરમાં સોજો આવી શકે છે. જો તમને એલર્જીની કોઈ સમસ્યા હોય તો દૂધનું સેવન ન કરવું જોઈએ.
2. ફેટી લિવર :-
ફેટી લિવરની સમસ્યાથી પીડાતા લોકોએ દૂધ ન પીવું જોઈએ. આવા લોકોને દૂધ સરળતાથી પચી શકતું નથી. ફેટી લિવરથી પીડિત લોકોએ ખૂબ જ મર્યાદિત માત્રામાં પ્રોટીન લેવું જોઈએ. દૂધમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. આવી સ્થિતિમાં દૂધ પીવાથી અપચો, એસીડીટી, ગેસ, સુસ્તી, થાક, વજન વધવું કે ઘટવું જેવી સમસ્યાઓ થઈ શકે છે.
3. ગેસની સમસ્યા :-
દૂધમાં લેક્ટોઝ હોય છે, જે ક્યારેક પાચનને બગાડે છે. આ કારણે, વધુ પડતું દૂધ પીવાથી કેટલાક લોકોમાં ઝાડા, પેટનું ફૂલવું અથવા ગેસ થઈ શકે છે. જે લોકોને ગેસની સમસ્યા હોય તેમણે દૂધનું સેવન ટાળવું જોઈએ.
4. સ્થૂળતા :-
જો તમે સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છો તો ઓછામાં ઓછું દૂધનું સેવન કરવું જોઈએ. કારણ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે, પરંતુ દૂધને કારણે શરીરમાં વધારાની ચરબી જમા થઈ શકે છે.