Connect Gujarat
આરોગ્ય 

એક એવા ફૂલના બીજ જે બચાવે છે હાર્ટ એટેક અને કોલેસ્ટ્રોલથી, જાણો તેના ફાયદા વિષે

સૂર્યમુખી વિશ્વના સુંદર ફૂલોમાનું એક ફૂલ માનવમાં આવે છે. તે જોવામાં તો સુંદર છે જ પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ એટલુ જ ફાયદાકારક છે.

એક એવા ફૂલના બીજ જે બચાવે છે હાર્ટ એટેક અને કોલેસ્ટ્રોલથી, જાણો તેના ફાયદા વિષે
X

સૂર્યમુખી વિશ્વના સુંદર ફૂલોમાનું એક ફૂલ માનવમાં આવે છે. તે જોવામાં તો સુંદર છે જ પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ એટલુ જ ફાયદાકારક છે. સૂર્યમુખીના ફૂલના બીજમાં એવ અનેક ઔષધિય ગુણો છુપાયેલા છે. જેના ફાયદા જાણીને તમે ચોંકી જશો. ઘણા સંશોધનો માં આ બીજના ઔષધિય ગુણો વિશે જાણવા મળ્યું છે. જે શરીર ને ઘણી રીતે ફાયદો પહોચાડવાનું કામ કરે છે. તો આવો જાણીએ તેના ફાડા વિષે

1. હદયરોગ માટે લાભદાયક : સૂર્યમુખીના બીજમાં એંટીઓક્સિડંટ અને બળતરા વિરોધી ગુણો જોવા મળે છે. આ બીજમાં ફ્લેવિનોઇડ્સ, પોલીસેચ્યુરેટ ફેટી એસિડ અને વિટામીન્સ હાજર હોય છે. જે હદય સંબંધિત રોગો સાથે રક્ષણ આપવાનું કામ કરે છે.

2. કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરશે : સૂર્યમુખીના બીજ દ્વારા કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરી શકાય છે. આ બીજમાં ઓમેગા ફેટી એસિડ હોય છે. જે રક્તવાહિનીઓ માટે ફાયદાકારક છે. તેનાથી હાઇ બ્લડ પ્રેશર, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ ઓછું થઈ જાય છે.

3. કેન્સર સામે રક્ષણ આપે છે : સૂર્યમુખીના બીજ મહિલાઓને સ્તન કેન્સરનું જોખમ ઓછું કરવામાં મદદ કરે છે. સૂર્યમુખીના બીજમાં લિગ્નાન હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. લિગ્નાન એક પ્રકાર નું પોલીફીનોલ છે. જે શરીરમાં એંટીઓક્સિડંટ્સ તરીકે કામ કરે છે.

4. માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી : સૂર્યમુખીના બીજ તમારા માનસિક સ્વાસ્થ્યને સારું રાખવામા મદદ કરે છે. આ બીજમાં કેલ્સિયમ અને ઝીંક જેવા પોષક તત્વો આવેલા હોય છે. જે મગજના વિકાસમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

5. હાડકાં માટે લાભદાયી : સૂર્યમુખીના બીજમાં આયર્ન, ઝીંક અને કેલ્સિયમ હોય છે. જે હડકને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. મજબૂત હાડકાંને કારણે પણ શરીરને શક્તિ મળે છે.

Next Story