ઘરના રસોડામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ખરાબ થઇ જાય એટલે તેને ફેંકી જ દેવી પડે છે પરંતુ લીંબૂ સુકાઇ જાય તો ઘણા લોકો પિત્તળના વાસણ ઘસવા માટે રાખે છે પણ જો ઘરમાં પિત્તળના વાસણ પણ ન હોય તો ફેંકી દેતા હોય છે. કચરામાં ફેકતા પહેલા જાણી લો તેના ફાયદાઓ.
લીંબૂ સુકાય નહી તેના માટે આપણે ફ્રીજમાં રાખતા હોઇએ છીએ પરંતુ ત્યાં પણ સૂકાઇ જાય ત્યારે સીધા કચરાના ડબ્બામાં ફેંકી દઇએ છીએ પરંતુ તે ઘણા કામ આવી શકે તેમ છે.
સૂકાઇ ગયેલા લીંબૂની છાલનો પાવડર બનાવી તેનું સેવન કરવાથી પાચનશક્તિ વધે છે અને લીંબૂનો રસ પીવાથી ખારુ થઇ ગયેલુ ગળુ ચોખ્ખુ થાય છે. સૂકા લીંબુમાં કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા વિટામિન્સ હોય છે.
તમારો ચહેરો ખરાબ થઇ ગયો હોય તો લીંબુના ટૂકડા કરીને તેને સૂર્યપ્રકાશમાં સુકવીને તેનો પાવડર બનવી લો. હવે આ પાવડરને તમારા ચહેરા પર લગાવીને 15 મીનીટ બાદ ચહેરો ધોઇ નાંખો. જેથી તમારી ઓઇલી ત્વચામાંથી છૂટકારો મળશે અને બાહ્ય ત્વચા સુંવાળી બનશે.
આપણા રસોડામાં રહેલુ ચોપિંગ બોર્ડ ચીકણુ થઇ જાય છે અને આપણે તેને ગમે તેટલુ સાફ કરીએે ખરાબ જ રહે છે ત્યારે લીંબુ અને બેકિંગ સોડાને મિક્સ કરીને ચોપિંગ બોર્જ અને બ્લેન્ડરની સફાઇ કરવાથી સારુ રિઝલ્ટ મળશે.
ઘણીવાર પગની ત્વચા ખૂબ ખરાબ થઇ જાય છે ત્યારે સૂકા લીંબૂની છાલને પલાળીને પગ પર લગાવી સ્ક્રબ કરવાથી તેમાં રાહત મળે છે.