શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી બતાવે છે આ 5 સંકેત, અવગણશો તો થશે ખૂબ જ મોટું નુકશાન....

શરીરમાં કોલેસ્ટ્રોલ મર્યાદિત પ્રમાણમાં રહે તો કોઈ મુશ્કેલી પડતી નથી. પરંતુ જ્યારે આ કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલમાં પરિવર્તિત થાય છે

New Update
શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી બતાવે છે આ 5 સંકેત, અવગણશો તો થશે ખૂબ જ મોટું નુકશાન....
Advertisment

શરીરમાં કોલેસ્ટ્રોલ મર્યાદિત પ્રમાણમાં રહે તો કોઈ મુશ્કેલી પડતી નથી. પરંતુ જ્યારે આ કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલમાં પરિવર્તિત થાય છે ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. બેસ કોલેસ્ટ્રોલ વધીને લોહીના માધ્યમથી ધમનીઓમાં ઘૂસવા લાગે છે. અને બાદમાં લોહીના પ્રવાહને રોકી દે છે. જો કે આ ખૂબ જ ધીમે ધીમે ધમનીઓ માંથી ચોંટે છે. અને લોહીના પ્રવાહને રોકવામાં મહિનો લાગી જાય છે. આ માટે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે.

Advertisment

હાથ પગ

જ્યારે બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે ત્યારે હાથ અને પગમાં અનેક સંતેલો બતાવે છે. હાથ પગ સુન્ન થવા લાગે છે. જેના કારણે બેડ કોલેસ્ટ્રોલ લોહીના પ્રવાહને ઘટાડી દે છે. જેના કારણે હાથ અને પગમાં લોહીનો પ્રવાહ ઘટવા લાગે છે. જેનાથી નસોનો રંગ બદલવા લાગે છે. સાથે સાથે જ હાથ અને પગ કમજોર થઈ જાય છે.

જીભ

જ્યારે લોહીમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે ત્યારે જીભમાં પણ સંકેત દેખાવા લાગે છે. બેડ કોલેસ્ટ્રોલ વધવાથી જીભ પર નાના નાના ચકામા નીકળે છે. જે ટીમે ટીમે મોટા થતાં જાય છે.

આંખો

કોલેસ્ટ્રોલ વધવાનો જોખમી સંકેત આંખોની નીચે પણ દેખાય છે. આંખોની નીચે સ્કિન ઉભરી આવે છે. આનાથી પફીનેસની જેમ દેખાય છે.જેમાં આઈલીડ ફેટ જમા થવા લાગે છે જે પીળુ દેખાય છે. અમુક લોકો ભૂલથી આને આંખોની ખરાબી કે સ્કિનની તકલીફ માની લે છે પરંતુ આ વધેલા કોલેસ્ટ્રોલનો સંકેત છે. આનાથી આંખોની રોશની પણ કમજોર થવા લાગે છે.

Advertisment

નખ

બેડ કોલેસ્ટ્રોલના કારણે નખનો રંગ બદલાઈ જાય છે. વધુ કોલેસ્ટ્રોલના કારણે નખની વચ્ચેવાળો ભાગ વહેંચાવા લાગે છે કે ફાટવા લાગે છે. જેના કારણે નખમાં ડાર્ક લાઈન બનવા લાગે છે, નખ પાતળા અને ભૂરા રંગના થવા લાગે છે.

સ્કિન

કોલેસ્ટ્રોલ વધવાથી નસોમાં ઓક્સિજનનો સપ્લાય ઘટવા લાગે છે. તેથી સ્કિન પર ચકામા દેખાવા લાગે છે. આ શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે.

Latest Stories