શરદી અને અન્ય ચેપી રોગોથી બચાવા માટે, ચાને બદલે કરો આ ૩ ઉકાળાનો ઉપયોગ

લોકો શિયાળામાં ગરમ મસાલાવાળી ચા પીવાનું વધારે પસંદ કરતાં હોય છે.

New Update

લોકો શિયાળામાં ગરમ મસાલાવાળી ચા પીવાનું વધારે પસંદ કરતાં હોય છે. પરંતુ જેમ તમે પહેલાથી જ જાણો છો કે વધુ પડતી ચા પીવાના ફાયદા કરતાં નુકશાન વધારે થય છે. આવા હવામાનમાં શરદી-ખાસીની સમસ્યા પણ સામાન્ય છે અને ઉપરથી કોરોનાનો કહેર ત્યારે આ સમયે જો તમારે તમારી જાતને સુરક્ષિત અને તંદુરસ્ત રાખવી હોય તો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે હેલ્ધી ફૂડ પર પણ ધ્યાન આપવું જોઇએ. પુષ્કળ પાણી પીવો અને ચાની બદલે ઉકાળા પીવા પણ યોગ્ય રહે છે, તો ચાલો જાણીએ કયા ઉકાળા કેવી રીતે બનાવવા.

1. હળદર, જીરું, અજમનો ઉકાળો સામગ્રી :-

જીરું - 1/2 ટીસ્પૂન, છીણેલું આદુ - 1/2 ટીસ્પૂન, કેરમ સીડ્સ - 1/2 ટીસ્પૂન, તુલસી - 5, લવિંગ - 2, હળદર પાવડર - 1/2 ટીસ્પૂન, કાળા મરી - એક ચપટી, લીંબુનો રસ - 1/ 2 ચમચી પાણી - 3 કપ

ઉકાળો બનાવવાની રીત :-

એક કડાઈમાં લીંબુ સિવાયની દરેક સામગ્રીમાં આપેલ વસ્તુને ઢાંકીને ઉકાળો જ્યાં સુધી તેનો જથ્થો અડધો ન થઈ જાય. ત્યાર બાદ તેને કપ કે ગ્લાસમાં કાઢી લો. ત્યાર બાદ તેમાં લીંબુનો રસ ઉમેરો.આ ઉકાળો દિવસમાં બે વાર ખાવાથી ઘણો ફાયદો થશે.

2. શાકભાજી અને ફળોનો ઉકાળો સામગ્રી :-

કેળના પાન - 1 કપ, ફુદીનાના પાન - 1/2 કપ, પાલક - 1 કપ, બ્લુબેરી અથવા સ્ટ્રોબેરી - 2 ચમચી, કાકડીના ટુકડા - 1, લીંબુનો રસ - 2 ચમચી, કાળું મીઠું - ચપટી

ઉકાળો બનાવવાની રીત :-

બધી સામગ્રીને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો. જરૂર મુજબ પાણી ઉમેરો. વધુ પડતું પ્રવાહી ન કરો. એક ગ્લાસમાં કાઢીને ઉપર કાળા મરી છાંટીને સર્વ કરો.

3. આદુ-તુલસીનો ઉકાળો સામગ્રી :-

આદુ છીણેલું - 1 ચમચી, તજ - 1 નંગ, લવિંગ - 2, એલચી - 1, મધ - 1 ચમચી, તુલસીના પાન - મુઠ્ઠીભર, કાળા મરી - 1 ચમચી, પાણી - 4 કપ

ઉકાળો બનાવવાની રીત :-

એક કડાઈમાં ચાર કપ પાણી નાંખો અને તેને ઉકળવા દો. ત્યારબાદ તેમાં આદુ, તજ, લીલી ઈલાયચી, લવિંગ, તુલસી નાખીને 2-3 મિનિટ ઉકળવા દો. જેથી આ બધી વસ્તુઓનો અર્ક પાણીમાં ભળી જાય. તેને ગ્લાસ કે કપમાં કાઢીને તેમાં મધ મિક્સ કરીને ગરમાગરમ પીવો.

Latest Stories