ટામેટું કરશે ત્વચાની સુંદરતામાં 10 ગણો વધારો, અજમાવો આ ઘરગથ્થુ ઉપાય

ગરમીની ઋતુ દરમ્યાન ધૂળ અને તડકાના કારણે ચહેરાની ત્વચા ખરાબ થવા લાગે છે. આ પ્રકારની સમસ્યાથી આ વર્ષે તમારે બચવું હોય તો ટામેટાનો ઉપયોગ કરી શકો છો.

ટામેટું કરશે ત્વચાની સુંદરતામાં 10 ગણો વધારો, અજમાવો આ ઘરગથ્થુ ઉપાય
New Update

ગરમીની ઋતુ દરમ્યાન ધૂળ અને તડકાના કારણે ચહેરાની ત્વચા ખરાબ થવા લાગે છે. આ પ્રકારની સમસ્યાથી આ વર્ષે તમારે બચવું હોય તો ટામેટાનો ઉપયોગ કરી શકો છો.

ઉપયોગ કરવાની રીત

-દહીમાં ટમેટાનો રસ ઉમેરીને તેને ચહેરા પર લગાડો. તેનાથી તડકાના કારણે થતી સન બર્નની તકલીફ દૂર થાય છે.

-ટામેટાના રસમાં ઓલિવ ઓઈલ અને દહીં ઉમેરીને ગરદન પણ લગાડવાથી કાળી પડેલી ગરદનની ત્વચા ચહેરા જેવી સુંદર થઈ જાય છે.

- ટામેટાની પેસ્ટ કરી તેમાં ચણાનો લોટ અને લીંબુ મિક્સ કરીને ત્વચા પર લગાડવાથી ત્વચાનું કુદરતી મોઈશ્ચર જળવાઈ રહે છે.

-ટામેટાની પેસ્ટમાં મીઠા લીમડાની પેસ્ટ ઉમેરીને તેનાથી ચહેરા પર મસાજ કરવાથી ડેડ સ્કીન દૂર થાય છે અને ચહેરા પર ગ્લો આવે છે.

-મુલતાની માટીમાં ટમેટાનો રસ ઉમેરીને તેનો ઉપયોગ કરવાથી ત્વચાની સુંદરતા વધે છે.

-ટામેટાની પીસીને તેને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી ચહેરાની ત્વચામાં તાજગી આવશે.

-ચેહરાની ત્વચાની રોનક વધારવી હોય તો ટામેટાની પેસ્ટ માં અડધી ચમચી ચંદન પાવડર અને એક ચમચી કાચું દૂધ ઉમેરીને ચહેરા પર લગાડો. 20 મિનિટ પછી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લેવો. ચહેરા પર કુદરતી ગ્લો તુરંત જોવા મળશે.

#health #India #Connect Gujarat #BeyondJustNews #tips #face #Skin #beauty #home remedy #tomato
Here are a few more articles:
Read the Next Article