કબજિયાત અને કોલેસ્ટ્રોલ માટે રામબાણ છે કીવી ફાયદા જાણીને ચોંકી ઊઠશો

કીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી કબજિયાતમાં છુટકારો મળે છે. તે પેટને પણ સારી રીતે સાફ કરી દે છે.

New Update
કબજિયાત અને કોલેસ્ટ્રોલ માટે રામબાણ છે કીવી ફાયદા જાણીને ચોંકી ઊઠશો

કીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી કબજિયાતમાં છુટકારો મળે છે. તે પેટને પણ સારી રીતે સાફ કરી દે છે. કીવી ના સેવનથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે.

શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પોષક તત્વો અને વિટામીન્સની જરૂર હોય છે. તાજા ફળો અને શાકભાજીના સેવનથી જરૂરી પોષક તત્વો અને વિટામિન આપના શરીરને મળી રહે છે. કીવી પણ એક એવું જ ફ્રૂટ છે જેના સેવનથી શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે. તેને સુપર ફ્રૂટ્સની કેટેગરીમાં રાખવામા આવે છે. તો આવો જાણીએ તેના ફાયદા વિષે

સ્કીન માટે ફાયદાકારક

રિપોર્ટ અનુસાર કીવીનો ઉપયોગ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એંટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જેના કારણે કીવી ત્વચા પર થતાં ડાઘ, રેશિસ અને સોજાને ઓછું કરી ત્વચાને સાફ કરે છે. તેના સેવનથી ત્વચામાં નિખાર આવે છે અને ત્વચા સાફ રહે છે.

ઈમ્યૂનિટી કરે બૂસ્ટ

કીવીમાં જરૂરી માત્રામાં વિટામિન સી રહેલું છે. આ ફળ વિટામિન-C અને એન્ટીઓક્સીડેન્ટનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. સાથે જ કીવી શરીરમાં ઓક્સીડેટિવ સ્ટ્રેસને ઓછુ કરવાનું કામ કરી ત્વચાને સ્વસ્થ્ય અને જવાન બનાવે છે.

કબજીયાતને કરે છે દૂર

કીવી કબજીયાતને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે. તેના સેવનથી જુનામાં જુની કબજીયાત પણ ઠીક થઈ જાય છે. આ ગેસ, બ્લોટિંગ, એસિડિટી, અપચા જેવી સમસ્યાને પણ દૂર કરે છે. જો તમે પણ સતત કબજીયાતની બિમારીથી પરેશાન છો તો કીવીનું ફળ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પેટ સાફ કરવામાં પણ મદદગાર સાબિત થાય છે.

કોલેસ્ટ્રોલને કરો કંટ્રોલ

કીવી ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. તેનું દરરોજ સેવન કરવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલનું પ્રમાણ ઓછુ થઈ જાય છે. આ બોડીમાં એચડીએલ એટલે કે ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી હાર્ટ હેલ્ધી રહે છે. સાથે જ હાર્ટ સંબંધી સમસ્યાઓ થવાનો ખતરો પણ ઓછો રહે છે.

બ્લડ ક્લોટિંગને રોકે છે

કીવીના સેવનથી શરીરમાં લોહીની ગાંઠો જામવાની સમસ્યા પણ નથી થતી. તેમાં એન્ટીથ્રોમ્બોટિક એટલે કે લોહીની ગાંઠો ન જામના દેવાના ગુણ રહેલા છે. તેના કારણે સ્ટ્રોક, કિડની અને હાર્ટ એટેક સંબંધી મુશ્કેલીનો ખતરો પણ ઓછો રહે છે.  

Latest Stories