“અહીં પીવા જેવુ છે…” : વિરમગામમાં યુપીના રાજ્યપાલ આનંદી પટેલના વક્તવ્યથી રાજકીય માહોલ ગરમાયો

0

વિરમગામમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ યુપીના રાજ્યપાલ આનંદી પટેલ દ્વારા દારૂ મામલે વક્તવ્ય અપાતાં રાજકીય માહોલ ગરમાયો છે. અગાઉ રાજસ્થાનના સીએમ દ્વારા દારૂ મામલે નિવેદન આપવામાં આવ્યું હતું, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાબ્દિક પ્રહારો કર્યા હતા.

વિરમગામ ખાતે યુપીના રાજ્યપાલ આનંદી પટેલે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, “અહીં ખાવા જેવુ છે, અને અહીં પીવા જેવુ છે… પીવા જેવુ એટલે બીજું નહીં, ચ્હા-પાણી.., ઉપરાંત તેઓએ વધુમાં કહ્યું હતું કે, હું જે ગામમાં જાઉં ત્યાં પૂછું છું કે, પોટલી કેટલાંની મળે છે..? ત્યારે કોઈ જવાબ નહીં આપે પણ, નાના બાળકો બધુ જ સાચું બોલી કહેતા કે, 10 રૂપિયાની પોટલી મળે છે.” આ નિવેદનના મામલે હાલ રાજકીય માહોલ ઘણો જ ગરમાયો છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, આનંદીબેન પટેલે ભાજપની કાર્યશૈલી બહુ નજીકથી જોઇ છે. એટલા માટે તેમને ખ્યાલ છે કે, ભાજપ કઈ રીતે કામ કરી રહ્યું છે. ઉપરાંત તેઓએ ગુજરાતમાં સીધી રીતે દારૂ પહોચી શકે તે માટે હવે ચેકપોસ્ટોને પણ બંધ કરવામાં આવી છે તેવું જણાવ્યુ હતું.

સમગ્ર મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા દ્વારા ભાજપ ઉપર આકરા શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા. જ્યારે અગાઉ આ મામલે રાજસ્થાનના સીએમ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું, ત્યારે ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ તેમના પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તો હવે ભારતીય જનતા પાર્ટીએ સાબિત કરવું રહ્યું કે, ગુજરાતમાં સંપૂર્ણપણે દારૂબંધીનો અમલ થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here