Connect Gujarat
ગુજરાત

ભરૂચ નર્મદા નદીના પટમાં રોડના ડામરના પોપડા ઠલવાતા વિવાદ!

ભરૂચ નર્મદા નદીના પટમાં રોડના ડામરના પોપડા ઠલવાતા વિવાદ!
X

નર્મદા નદીનો પ્રવાહ અવરોધાવા સાથે પ્રદુષિત થવાની સંભાવના : તંત્રનું સુચક મૌન

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે બની રહેલા નવા ફોરલેન માટે જૂના રોડને ખોદી ઉખાડેલા ડામરના પોપડા બ્રિજ બનાવતી કંપની દ્વારા નદીના પટમાં પાથરી રસ્તો બનાવવાની કવાયત હાથ ધરતા વિવાદ છેડાયો છે.

ડામર જેવા પદાર્થને નદીના પટમાં પાથરવાના કારણે નદીનો જળ પ્રવાહ અવરોધાવા સાથે નર્મદાના જલ પ્રદુષિત થવાની સંભવનાઓ ઉભી થઈ છે. જેની સામે અંકલેશ્વરના એસ.ડી.એમને ફરિયાદ કરાતા તેમણે પણ આ વિષયને ગંભીરતાથી લઈ તેની સામે કારવાહી કરવા કવાયત હાથ ધરી છે.

ભરૂચમાં નર્મદા નદિ પર ગોલ્ડન બ્રિજને સમાંતર નવો “માં નમ્રદા બ્રિજ” કાચબાની ગતીએ તૈયાર થઈ રહ્યો છે. ધીમી ગતીએ આ બ્રિજનું બાંધકામ ચાલતું હોવાથી પહેલીથી જ આ બ્રિજ વિવાદની એરણે ચઢ્યો છે. બ્રિજની દક્ષીણે ભરૂચ થી અંકલેશ્વર સુધી નવો ફોર લેન માર્ગ પણ હાલમાં તૈયાર થઈ રહ્યો છે. જેમાં તત્કાલિન ધોરણે નવો માર્ગ બનાવી જૂના માર્ગ ઉપરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને જૂના માર્ગને ખોદી તેના ઉપર નવો માર્ગ બનાવવાની કવાયત હાથ ધરાઇ છે.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="56777,56779,56780,56781,56782,56783,56784,56785"]

જૂના માર્ગ ઉપરથી ખોદાયેલા રોડના ડામરના પોપડા જે તે કોન્ટ્રાકટર દ્વારા નદીના પટમાં ઠાલવી રસ્તો બનાવવાની કવાયત હાથ ધરાતા માં નર્મદા મૈયા બ્રિજનું બાંધકામ ફરી એક વખત વિવાદની એરને ચઢ્યું છે. મોટા પાયે ડામરના પોપડા ઠલવાવાના કારણે નદીનો પ્રવાહ અવરોધાય તેવી પુરેપુરી શકયતાઓ છે. તો બીજી બાજુ ડામર જેવા પદાર્થના કારણે નદીના જળ પ્રદુષિત થાય તેમ છે, અને તો નર્મદા નદીની માછલી સહિતના જળચર જીવો સામે પણ ખતરો ઉભો થાય તો નવાઇ નહીં.

આ અંગે કનેકટ ગુજરાત દ્વારા અંકલેશ્વરના એસ.ડી.એમ. રમેશભાઇ ભગોરાનું ધ્યાન દોરતા તેમણે પણ આ વિષયને ગંભિરતાથી ધ્યાને લઈ નદીના પટમાં ઠવાયેલ ડામરના પોપડાના ઢગલા હટાવવા માટે જેતે વિભાગને સુચનાઓ આપી હતી.

  • અગાઉ પણ બ્રિજના ઉત્તર છેડે નદીમાં માટી નાંખી રસ્તો બનાવી અવરોધ ઉભો કરાયો હતો.

આ અગાઉ પણ બ્રિજ નિર્માણ કરનાર કોન્ટ્રાકટર કંપની દ્વારા બ્રિજના ઉત્તર છેડે એટલે કે, ભરૂચના કિનારે નદીના પટમાં મોટા પાયે ખોદકામ કરી બ્રિજના ૪ થી ૫ ગાળા સુધી માટી ઠાલવી જળપ્રવાહ અવરોધાય તે રીતે રસ્તો બનાવતા વિવાદ છેડાયો હતો. જેની સામે જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવી કલેકટર સુધી ફરિયાદોનો દોર ચલાવ્યો હતો. ત્યાર બાદ વધુ એક વખત બ્રિજના દક્ષિણ છે ડે ડામરના પોપડા ઠાલવી પાણીના જળ પ્રવાહને અવરોધવા સાથે પ્રદુષિત કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ત્યારે તંત્ર તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે.

  • કાર્યપાલક ઇજનેર દ્વારા ઘટનાને છાવરવાનો પ્રયાસ

અંકલેશ્વરના એસ.ડી.એમ રમેશભાઇ ભગોરાએ નર્મદા નદીમાં ઠલવાયેલા ડામરના પોપડાના ઢગલાઓ અંગે ડી.એફ.શાહને પોપડા હટાવવા કાર્યવાહી હાથ ધરવા ટેલિફોનિક સુચના આપતા તેમણે સમગ્ર ઘટનાને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં નદીમાં બ્રિજના પિલરો બનાવવાનું કામ ચાલુ છે જેને કારણે બ્રિજ બનાવતી કંપની દ્વારા રસ્તો બનાવતા હશે નું જણાવી તેમણે સમગ્ર ઘટના ઉપર પરદો નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

  • નર્મદા બચાવો અભિયાન ચલાવતી સંસ્થાઓએ આગળ આવવું જોઇએ

ભરૂચ જિલ્લામાં નર્મદા બચાવો અભિયાન લઈને ઘણી સંસ્થાઓ ચાલી રહી છે. આમ છતાં પણ નર્મદા નદીમાં બ્રીજ બનાવતી કંપની સંચાલકો દ્વારા છડેચોક અવરોધ ઉભા કરાય છે. તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા વધુ એક વખત નર્મદા નદીના જળ પ્રવાહને અવરોધવા ઉપરાંત પ્રદુષિત કરવાનો પ્રયાસ બ્રિજ બનાવતી કંપની દ્વારા કરાયો છે. ત્યારે નર્મદા બચાવો અભિયાન લઈ ચાલતી સંસ્થાઓએ પણ આગળ આવી આનો વિરોધ ઉઠાવવો જોઇએ.

Next Story