Connect Gujarat
દેશ

દિલ્હી હિંસાની અસર કેરળમાં વર્તાઇ, કોલેજોમાં “ભારત અમારો દેશ નથી” જેવા પોસ્ટર લગાવાયા

દિલ્હી હિંસાની અસર કેરળમાં વર્તાઇ, કોલેજોમાં “ભારત અમારો દેશ નથી” જેવા પોસ્ટર લગાવાયા
X

પોસ્ટર્સ નીચે સ્ટૂડેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાનું નામ લખવામાં આવ્યું

દિલ્હીમાં સતત કેટલાય દિવસથી ચાલી આવતી હિંસાની અસર ભારતના બીજા રાજ્યોમાં પણ જોવા મળી છે. દક્ષિણના રાજ્ય કેરળની કેટલીક સરકારી કોલેજોમાં ભારત વિરોધી વિવાદાસ્પદ પોસ્ટરો લગાવ્યા હોવાની ઘટના સામે આવતા પોલીસ સક્રિય બની છે. પોલીસના જણાવ્યા મુજબ કોલેજોની દીવાલ પર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા જેમાં લખ્યુ હતું કે ‘ભારત અમારો દેશ નથી.’ આ લખાણ સાથેના પોસ્ટરો કેરળની સરકારી કોલેજોમાં ચોંટાડવામાં આવ્યા છે. આ પોસ્ટર્સ નીચે સ્ટૂડેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાનું નામ લખવામાં આવ્યું હતું. જોકે ફેડરેશને આ પોસ્ટર લગાવ્યા હોવાનો ઇનકાર કર્યો હતો.

આ પોસ્ટર્સ પર મલયાલમ ભાષામાં લખવામાં આવ્યું હતું કે ‘ભારત અમારો દેશ નથી. આ દ્રુષ્ટ

લોકો અમારા ભાઇ-બહેન નથી. આ પ્રકારના દેશને અમે પ્રેમ નથી કરતા અને વર્તમાન

પરિસ્થિતિ માટે અમને કોઇ ગર્વ નથી. અમને આ પ્રકારના માહોલ અને આવા આતંકી સાથે

રહેવામાં શરમ આવે છે.’ રાજ્ય પોલીસે એક્ટ 153 હેઠળ કેસ નોંધી તપાસ હાથ ધરી છે. આ

પોસ્ટર્સ લગાવવાની ઘટનાને દિલ્હીની હિંસા સાથે જોડવામાં આવી રહી છે.

Next Story