Connect Gujarat
Featured

દેશમાં આવતીકાલે સોમવારથી લોકડાઉન પાર્ટ - 4નો શરૂ થશે અમલ

દેશમાં આવતીકાલે સોમવારથી લોકડાઉન પાર્ટ - 4નો શરૂ થશે અમલ
X

કોરોના વાયરસના કારણે ચાલી રહેલાં લોકડાઉનને 31મી મે સુધી લંબાવી દેવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. 25મી માર્ચથી 14 એપ્રિલ, 15 એપ્રિલથી 3 મે અને 4 મેથી 17 મે બાદ હવે ચોથા તબકકાનું લોકડાઉન સોમવારથી શરૂ થશે અને તેનો સમયગાળો 14 દિવસનો રહેશે.

લોકડાઉનના ચોથા ચરણ માટે રવિવારે સાંજે કેન્દ્ર સરકાર તરફથી કેટલીક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં ખાસ કરીને નાઇટ કરફયુનો અમલ કરાવવા માટે દરેક રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સુચના આપવામાં આવી છે. લોકડાઉનના ચોથા ચરણમાં પણ ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ હવાઇ સેવાઓ બંધ રહેશે. હોટલો અને રેસ્ટોરન્ટને પણ બંધ રાખવાની રહેશે જો કે પાર્સલ સેવાઓમાં છુટછાટ આપવામાં આવશે. કોરોના વાયરસના કેસ પ્રમાણે કયો વિસ્તાર રેડ, ગ્રીન કે ઓરેન્જ ઝોનમાં છે તે નક્કી કરવાની સત્તા કેન્દ્ર સરકારે રાજ્યોને આપી છે.

નવા આદેશ પ્રમાણે શું બંધ રહેશે

- મેડિકલ સર્વિસ સિવાયની દરેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ વિમાની સેવા

-મેટ્રો સર્વિસ, શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ

- સિનેમા હોલ, શોપિંગ મોલ, જિમ, સ્વિમિંગ પુલ અને ઓડિટોરિયમ

- દરેક પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો

-ધાર્મિક સ્થળો તથા બગીચાઓ પણ બંધ રહેશે

Next Story