Connect Gujarat
Featured

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1410 નવા કેસ, સાજા થનારનો આંકડો 1 લાખને પાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1410 નવા કેસ, સાજા થનારનો આંકડો 1 લાખને પાર
X

ભારતમાં કોરોના વાયરસના કેસ 51 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 83 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,410 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તો આજે રાજ્યમાં સૌથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો સાજા થયેલા દર્દીઓનો આંકડો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે.

અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આજના કોરોનાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,410 નવા કેસ સાથે કુલ આંકડો 1,20,498 પર પહોંચ્યો છે. તો આજે 1,293 દર્દીઓ સાજા થયા અને 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3289 દર્દીઓના મોત થયા છે. જ્યારે 16010 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

આજે 1,293 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 101101 પર પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.90 ટકા થયેલ છે. તો આજે સુરતમાં 252, અમદાવાદમાં 203, રાજકોટમાં 210,તો જામનગરમાં 116 અને વડોદરામાં 107 દર્દીઓ સાજા થયા છે.

Next Story