/connect-gujarat/media/media_files/2024/11/30/AYUnA7p34iy4wLiCSwWc.jpg)
કેરળના પથાનમથિટ્ટામાં સબરીમાલા તીર્થયાત્રીઓને લઈ જતી બસ એક કાર સાથે અથડાતાં એક નવવિવાહિત યુગલ સહિત પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પુનાલુર-મુવાટ્ટુપુઝા રાજ્ય ધોરીમાર્ગ પર સવારે 5 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.
ત્રણના ઘટનાસ્થળે જ મોત
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કારમાં સવાર મુસાફરોને ક્ષતિગ્રસ્ત વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. કારે કથિત રીતે બસને ટક્કર મારી હતી, જે તેલંગાણાથી યાત્રાળુઓને લઈ જઈ રહી હતી, અને બસમાં સવાર કોઈપણ મુસાફરોને ઈજા થઈ ન હતી.
કપલ હનીમૂન ટ્રીપ પરથી પરત ફરી રહ્યું હતું
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગયા મહિને લગ્ન કરનાર કપલ મલેશિયામાં હનીમૂન ટ્રિપ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત પીડિતોના ઘરથી માત્ર 10 કિલોમીટર દૂર થયો હતો. કેસ નોંધવામાં આવ્યો છે.