કર્ણાટકમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં તુમકુર જિલ્લાના પાવાગડા પાસે બસ પલટી જતાં 8 લોકોના મોત થયા હતા અને 20 થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ છે. તુમકુર પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું કે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવવાને કારણે અકસ્માત થયો હતો.
બસમાં 60 જેટલા મુસાફરો સવાર હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 20 ઘાયલોમાંથી 8ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો અને ઘાયલોમાં કેટલાક વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. ઓવરબ્રિજ પર પુરપાટ ઝડપથી આવતી કારે એક ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં 2 લોકો સવાર હતા. આ બંન્નેના ઘટના સ્થળ જ મૃત્યુ થયાં છે. આ બનાવમાં 5 લોકોના ઘાયલ થયાં છે, જેમાં 1 મહિલા, 1 બાળક સહિત 3 પુરુષો ઘાયલ થયાં છે, જો કે, બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો મૃતકોના પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.