મુંબઈના મલાડ વિસ્તારમાં 22 માળની ઈમારતમાં લાગી આગ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના મલાડ વિસ્તારના જનકલ્યાણ નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં આજે આગ ફાટી નીકળી હતી.

New Update
મુંબઈના મલાડ વિસ્તારમાં 22 માળની ઈમારતમાં લાગી આગ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના મલાડ વિસ્તારના જનકલ્યાણ નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં આજે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ મિનિટોમાં કાબુમાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે આગની ઘટના શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. મુંબઈના ઉપનગર મલાડમાં 22 માળની ઈમારતમાં બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જનકલ્યાણનગરમાં મરિના એન્ક્લેવના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આ ફ્લોરમાંથી જ્વાળાઓ નીકળવા લાગી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા અને માત્ર 15 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આ પછી જ વિગતવાર વર્ણન આપવામાં આવશે.

Latest Stories