Connect Gujarat
દેશ

કોલકત્તાના તંગરા વિસ્તારમાં ચામડાની એક ફેક્ટરીમાં લાગી આગ

કોલકત્તાના તંગરા વિસ્તારમાં ચામડાની એક ફેક્ટરીમાં આગ ફાટી નિકળતા અફરાતફરી મચી હતી

કોલકત્તાના તંગરા વિસ્તારમાં ચામડાની એક ફેક્ટરીમાં લાગી આગ
X

કોલકત્તાના તંગરા વિસ્તારમાં ચામડાની એક ફેક્ટરીમાં આગ ફાટી નિકળતા અફરાતફરી મચી હતી. જો કે, તાત્કાલિક નજીકના ફાયર સ્ટેશને જાણ કરવામાં આવતા 5 ફાયર બ્રિગેડ વાહન ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીને છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટે-ગોટા આકાશમાં છવાઈ ગયા હતા

ફાયર વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ભીડભાડવાળા વિસ્તારમાં ત્રણ મહેર અલી લેન પર ચામડાની ઘણી ફેક્ટરીઓ છે. જેમાં ચામડાની ફેક્ટરી તરીકે ઉપયોગમાં લેવાતી ઇમારતમાં સાંજે 6.30 વાગ્યે આગ લાગી હતી. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો અને મોટી હોનારત ન થાય તે માટે જીવ બચાવવા માટે આમતેમ ભાગ્યા હતા. તો કેટલાક સ્થાનિકોએ ફાયર વિભાગની ગાડીઓ મોડી આવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

પોલીસે આસપાસ રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, ભારે ભીડ હોવાને કારણે ફાયર બ્રિગેડને આગ બુઝાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો.

Next Story