યાત્રાળુઓને લઈ ખાતુશ્યામ જતી બસનો ટ્રક સાથે અકસ્માત, 3 લોકોના મોત

રાજસ્થાનમાં 50 મુસાફરોને લઈ જતી બસને અકસ્માત નડ્યો છે. ત્રણ મુસાફરોના મોત અને 28 ઘાયલ થયા. તેમાં સવાર તમામ યાત્રાળુઓ વૈષ્ણોદેવીની યાત્રાથી પાછા ફરી રહ્યા હતા

New Update
acnds

રાજસ્થાનમાં 50 મુસાફરોને લઈ જતી બસને અકસ્માત નડ્યો છે. ત્રણ મુસાફરોના મોત અને 28 ઘાયલ થયા. તેમાં સવાર તમામ યાત્રાળુઓ વૈષ્ણોદેવીની યાત્રાથી પાછા ફરી રહ્યા હતા અને ખાતુશ્યામના દર્શન કરવા જઈ રહ્યા હતા. રાજસ્થાનમાં જયપુર-બિકાનેર હાઇવે નજીક મંગળવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો. ફતેહપુર નજીક બસ અને ટ્રક અકસ્માત થયો હાતો . ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા.

પોલીસે માહિતી આપી

ફતેહપુરના એસએચઓ મહેન્દ્ર કુમારે ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે સ્લીપર બસમાં આશરે 50 મુસાફરો હતા. અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને 28 ઘાયલ થયા છે. સાત અન્ય ગંભીર સ્થિતિમાં છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે કેસ નોંધ્યો છે અને અકસ્માતની તપાસ ચાલી રહી છે.

Latest Stories