જેલમાં બંધ અમૃતપાલ અને અબ્દુલ રાશીદ શેખે સાંસદ પદના લીધા શપથ, પેરોલ પર આવ્યા બહાર

દિલ્હીની તિહાર જેલમાં બંધ કાશ્મીરી નેતા શેખ અબ્દુલ રાશિદ અને આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે શુક્રવારેના રોજ સાંસદ તરીકે શપથ લીધા

New Update
Amritpal and Abdul Rasheed Shaikh in jail took oath as MPs, came out on parole

દિલ્હીની તિહાર જેલમાં બંધ કાશ્મીરી નેતા શેખ અબ્દુલ રાશિદ અને આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે શુક્રવારે (5 જુલાઈ)ના રોજ સાંસદ તરીકે શપથ લીધા હતા. બંને આજે પેરોલ પર બહાર આવ્યા હતા અને સંસદ ભવનમાં શપથ લીધા હતા.56 વર્ષીય એન્જિનિયર રાશિદને શપથ લેવા માટે તિહાર જેલમાંથી બે કલાકની પેરોલ આપવામાં આવી હતી.

એ જ સમયે 31 વર્ષીય અમૃતપાલ સિંહને 4 દિવસની પેરોલ મળી છે, જોકે પરિવારને મળ્યા બાદ આજે જ બંનેને તિહાર અને ડિબ્રુગઢ જેલમાં પરત લઈ જવામાં આવશે.રાશિદે જેલમાં રહીને જમ્મુ અને કાશ્મીરની બારામુલ્લા સીટ પરથી 2024ની લોકસભા ચૂંટણી જીતી છે. અમૃતપાલ પંજાબના ખદુર સાહિબથી લોકસભા ચૂંટણી જીત્યા છે. જેલમાં હોવાના કારણે આ બંને 18મી લોકસભાના પહેલા સત્રમાં 24 અને 25 જૂને અન્ય સાંસદો સાથે શપથ લઈ શક્યા ન હતા. નવા સાંસદ માટે 60 દિવસની અંદર શપથ લેવા જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળતા સદસ્યતા ગુમાવી શકે છે.

Latest Stories