યુપીના સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલાનું નામ ફાતિમા ખાન છે. તેણે શનિવારે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ કર્યો હતો. જેમાં લખ્યું હતું- યોગી 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો બાબા સિદ્દીકી જેવા જ હાલ કરીશું.
વાસ્તવમાં, શનિવારે મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. આ પછી જ મુંબઈ પોલીસે યુપી પોલીસને માહિતી આપવાની સાથે તપાસ શરૂ કરી હતી.પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મહિલા માનસિક રીતે સ્વસ્થ નથી. જો કે, આ સીએમ યોગી સાથે સંબંધિત મામલો હોવાથી મુંબઈ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.