Connect Gujarat
દેશ

દુનિયામાં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર ફરી એક્શનમાં,રાજ્ય સરકારોને અપાય આ સૂચના

ભારતમાં કોરોનાની સ્થિતિ અત્યારે હાલમાં સારી છે અને દર્દીઓનો ગ્રાફ પણ ખૂબ ઓછો છે, પરંતુ પડોશી દેશ ચીન અને યુરોપના કેટલાંક દેશોમાં સ્થિતિ ચિંતાજનક થતી જોવા મળી રહી છે.

દુનિયામાં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર ફરી એક્શનમાં,રાજ્ય સરકારોને અપાય આ સૂચના
X

ચીન અને યુરોપના કેટલાંક દેશોમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે વધી રહેલા સંકટને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના વધારાના મુખ્ય સચિવોને જરૂરી સૂચનાઓ આપી છે. અલબત્ત, ભારતમાં કોરોનાની સ્થિતિ અત્યારે હાલમાં સારી છે અને દર્દીઓનો ગ્રાફ પણ ખૂબ ઓછો છે, પરંતુ પડોશી દેશ ચીન અને યુરોપના કેટલાંક દેશોમાં સ્થિતિ ચિંતાજનક થતી જોવા મળી રહી છે.

છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં અહીં કોરોનાના કેસો સતત ઝડપથી વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં ભારતમાં પણ હવે ચિંતા વધવા લાગી છે. ત્યારે સંકટને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય સચિવોને પત્ર લખીને કેટલીક સાવચેતી રાખવાની સૂચના અપાઇ છે. રાજેશ ભૂષણે પોતાના પત્ર દ્વારા તમામને કહ્યું કે, દરેક જગ્યાએ ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, વેક્સિનેશન અને કોરોનાનાં નિયમોનું પાલન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વધુમાં કહ્યું કે, તમામ સંબંધિત અધિકારીઓ અને વિભાગોએ આ પાંચ મુદ્દાઓ પર યોગ્ય રીતે કામ કરવાની જરૂર છે. ડૉક્ટરો પણ નવા ખતરાને જોતા લોકોને સાવચેત રહેવાનું કહી રહ્યાં છે.

Next Story