Connect Gujarat
દેશ

ટ્વિટરની મોટી કાર્યવાહી, ભારતમાં પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ કર્યું બ્લોક

ટ્વિટરની મોટી કાર્યવાહી, ભારતમાં પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ કર્યું બ્લોક
X

મોટી કાર્યવાહી કરતા ટ્વિટરે ભારતમાં પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. ટ્વિટર પર જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ કાયદાની માંગ પર બંધ કરવામાં આવ્યું છે.

ટ્વિટરની ગાઈડલાઈન મુજબ, કોર્ટના આદેશ અથવા સરકારની માંગ જેવી માન્ય કાનૂની માંગ પર એકાઉન્ટને બ્લોક કરવું પડશે.




એકાઉન્ટ અન્ય દેશોમાં ચાલી રહ્યું છે

રોઇટર્સના અહેવાલ મુજબ પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ અન્ય દેશો જેવા કે અમેરિકા, કેનેડા વગેરેમાં સક્રિય છે. હજુ સુધી આ મામલે ભારત કે પાકિસ્તાનના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ ખોલવા પર, ત્યાં લખવામાં આવ્યું છે, "ભારતમાં પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ ભારતમાં કાયદાની માંગના જવાબમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું છે."

Next Story