Connect Gujarat
દેશ

આજથી 5 ડિસેમ્બર સુધી સમગ્ર દેશમાં ભાજપની સંવિધાન ગૌરવ યાત્રા

ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. દેશભરમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. દેશભરમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં પણ સંવિધાન ગૌરવ યાત્રા નીકળશે.26 નવેમ્બર આજે રોજ અરવલ્લી જિલ્લામાંથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સંવિધાન ગૌરવ યાત્રાની શરૂઆત કરાવશે. તો બીજી તરફ 6 ડિસેમ્બરના રોજ વડનગર ખાતે સી.આર.પાટીલ આ યાત્રાનું સમાપન કરશે.26 નવેમ્બર સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે 26 નવેમ્બર આજના દિવસથી આ બંધારણ દિવસ ના દિવસે ભાજપ દ્વારા બંધારણ ગૌરવ અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે. આ સમગ્ર અભિયાનની જવાબદારી ભાજપનો અનુસૂચિત મોરચો સંભાળી રહ્યો છે. તો યાત્રા સમગ્ર દેશમાં 26 નવેમ્બર આજથી શરૂ થશે અને 6 ડિસેમ્બર, બાબાસાહેબ આંબેડકર પરિનિર્વાણ દિવસ સુધી ચાલશે.આ અભિયાન આખા દેશમાં ચાલશે.ખરેખર તો આજના દિવસે ભારતના બંધારણને અપનાવવાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર 1949 ના રોજ ભારતીય બંધારણને ઔપચારિક રીતે અપનાવ્યું હતું. તે જ બંધારણ 26 જાન્યુઆરી, 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. બંધારણને અપનાવ્યા પછી તેને લાગુ કરવામાં બે મહિનાનો સમય લાગ્યો હતો

Next Story