Connect Gujarat
દેશ

"સામુહિક જન્મદિવસ" : તા. 1 જૂનના રોજ મોટાભાગના લોકોનો હોય છે જન્મદિવસ, વાંચો રસપ્રદ વાત..!

ખૂબ ઓછા લોકો જાણે છે કે, તા. 1 જૂન એટલે કે, સામુહિક જન્મ દિવસ...

સામુહિક જન્મદિવસ : તા. 1 જૂનના રોજ મોટાભાગના લોકોનો હોય છે જન્મદિવસ, વાંચો રસપ્રદ વાત..!
X

આજે તા. 1 જૂન એટલે કે, વર્લ્ડ મિલ્ક ડે અને તેની સાથે જ આજનો દિવસ વર્લ્ડ નેલપોલિશ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. જોકે, આ બન્ને દિવસો વિશે બધાને ખબર હશે, પણ આજની તારીખે આ 2 દિવસ સિવાય વધુ એક દિવસ તરીકેની પણ ઉજવણી કરવામાં આવે છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે, તા. 1 જૂન એટલે કે, સામુહિક જન્મ દિવસ...

જીહા, આજના વિશેષ દિવસે મોટાભાગના લોકો પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. પહેલાના સમયમાં કોઈ ટેક્નોલોજી, સાક્ષરતા કે, લોકોમાં એટલી બધી જાગૃતા ન હતી. તેથી બાળકોનો જન્મ થતો, ત્યારે તેમની નોંધણી કરવાનું કે, તેમની જન્મ તારીખ નોંધવાની કોઈ તસ્દી પણ લેતા ન હતા. જેના કારણે તેમને જ્યારે શાળામાં અભ્યાસ માટે મુકવામાં આવે, ત્યારે જન્મ તારીખ નોંધવી ફરજિયાત હોવાથી તેમની જન્મ તારીખ 1 જૂન નોંધવામાં આવતી હતી.

કારણ કે, મોટાભાગના માતા-પિતાને તેમના બાળકની જન્મ તારીખ યાદ રહેતી ન હતી. આ ઉપરાંત શાળાઓમાં પણ પ્રવેશ પ્રક્રિયા તા. 1 જૂનના રોજ શરૂ થતી હોવાના કારણે માતા-પિતા પોતાના બાળકની જન્મ તારીખ 1 જૂન જ લખાવતા હતા. જેથી કહી શકાય કે, આજે તારીખ 1 જૂન એટલે સામુહિક જન્મદિવસ તો ખરો જ, આ ઉપરાંત આજના દિવસની ઘણા લોકો વિશેષ દિવસ તરીકે પણ ઉજવણી કરતાં હોય છે.

Next Story