કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડના ગોડ્ડામાં અટવાયું હતું.એર ટ્રાફિક કન્ટ્રોલની મંજૂરી ન મળતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર અડધો કલાક ગોડ્ડામાં ઉભું રહ્યું હતું.કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે PM મોદીની સભાને કારણે રાહુલના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી. નોંધનીય છે કે, રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ગોડ્ડાના બેલબડ્ડા ખાતે રોકવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યે હેલિકોપ્ટર માટે મંજૂરી ન મળવાને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ધારાસભ્યએ તેને ભાજપની ખોટી નીતિ ગણાવી છે.