જમ્મુમાં ચૂંટણી ભાષણ દરમિયાન કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે જમ્મુમાં ભાષણ આપી રહ્યા હતા,તે દરમિયાન બેભાન થઈ ગયા હતા.

a
New Update

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે જમ્મુમાં ભાષણ આપી રહ્યા હતા,તે દરમિયાન બેભાન થઈ ગયા હતા.

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ચાલુ ભાષણમાં તબિયત લથડતા આસપાસના નેતાઓએ તેમને ટેકો આપી બેસાડ્યા હતા. થોડીવાર બાદ તેઓએ બેઠાં- બેઠાં ભાષણ આપ્યું હતું. પરંતુ ફરીથી વચ્ચે જ અટકી ગયા હતા. એ પછી તેઓએ ઉભા થઈને મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. આ સાથે જતી વખતે તેમણે બધાને સંબોધતા કહ્યું કે, "હું 83 વર્ષના છે અને હજુ મરવાના નથી. અને જ્યાં સુધી હું મોદીને સત્તા પરથી નહીં હટાવું ત્યાં સુધી નહીં મરું."

  

#Congress #CGNews #India #Statement #Jammu and Kashmir #Mallikarjun Kharge #unconscious
Here are a few more articles:
Read the Next Article