ઉત્તરપ્રદેશના કાસગંજમાં ABVP કાર્યકરની હત્યાના કેસમાં કોર્ટે 28 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી

ઉત્તર પ્રદેશના કાસગંજ રમખાણોમાં જીવ ગુમાવનાર ABVP કાર્યકર ચંદન ગુપ્તાના મૃત્યુના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

New Update
a
Advertisment

ઉત્તર પ્રદેશના કાસગંજ રમખાણોમાં જીવ ગુમાવનાર ABVP કાર્યકર ચંદન ગુપ્તાના મૃત્યુના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

Advertisment

લખનૌ NIA કોર્ટના જસ્ટિસ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ શુક્રવારે આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે ગુરુવારે 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ નિર્ણય સામે દોષિતો વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતીજેને કોર્ટે ફગાવી દીધી હતી.

ઉત્તર પ્રદેશના કાસગંજમાં 26 જાન્યુઆરી 2018ના રોજ કાઢવામાં આવેલી તિરંગા યાત્રા દરમિયાન માર્યા ગયેલા ચંદન ગુપ્તાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીની વિશેષ અદાલતે પોતાનો ચુકાદો આપ્યો છે. રાજધાની લખનૌ સ્થિત કોર્ટે 2 જાન્યુઆરીગુરુવારે 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.3 જાન્યુઆરીશુક્રવારના રોજ 28 ગુનેગારોની સજા પણ જાહેર કરવામાં આવી છે. કોર્ટે તમામ 28 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

લખનૌ જેલમાં બંધ 28 દોષિતો વસીમ જાવેદ ઉર્ફે વસીમનસીમ જાવેદમોહમ્મદ ઝાહિદ કુરેશી ઉર્ફે ઝાહિદ ઉર્ફે જગ્ગાઆસિફ કુરેશી ઉર્ફે હિટલરઅસલમ કુરેશીઅકરમતૌફિકખિલ્લનશવાબ અલી ખાનરાહતસલમાનમોહસીનઆસિફઆસીફઆસીફ સાકિબબબલુનિશુ ઉર્ફે ઝીશાનવાસીફકાસગંજ જેલમાં બંધ ઈમરાનશમશાદઝફરસાકીરખાલિદ પરવેઝફૈઝાનઈમરાનસાકીરમોહમ્મદ આમિર રફીમુનાજીર અને કોર્ટમાં આત્મસમર્પણ કરનાર સલીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. લખનૌ જેલમાંથી 26 દોષિતો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા હતા. અને એક દોષિત મુનાજીર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાસગંજ જેલ સાથે જોડાયો હતો.

અગાઉઆરોપીઓએ NIA કોર્ટની કાયદેસરતા અને સુનાવણી પર સ્ટે આપવા અંગે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટની લખનૌ બેન્ચે અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ લખનૌની NIA સ્પેશિયલ કોર્ટે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો હતો અને સજાની જાહેરાત માટે શુક્રવારની તારીખ નક્કી કરી હતી.

Latest Stories