Connect Gujarat
દેશ

રાણી એલિઝાબેથ II નું નિધનઃ ભારતમાં પણ રાષ્ટ્રીય શોકની જાહેરાત, 11 સપ્ટેમ્બરે ત્રિરંગો અડધો ઝુકાશે

રાણી એલિઝાબેથના નિધન પર વિશ્વભરના નેતાઓ અને હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.

રાણી એલિઝાબેથ II નું નિધનઃ ભારતમાં પણ રાષ્ટ્રીય શોકની જાહેરાત, 11 સપ્ટેમ્બરે ત્રિરંગો અડધો ઝુકાશે
X

બ્રિટનની મહારાણી એલિઝાબેથનું ગઈકાલે રાત્રે નિધન થયું હતું. રાણી એલિઝાબેથના નિધન પર વિશ્વભરના નેતાઓ અને હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. તેમના નિધન પર ભારતમાં પણ શોકની લહેર છે. એલિઝાબેથના નિધન પર ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ દેશના ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું, "સ્વર્ગસ્થ મહાનુભાવના સન્માનમાં, ભારત સરકારે નિર્ણય લીધો છે કે 11 સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શોક મનાશે." નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શોકના દિવસે, ભારતભરની તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે લહેરાતો હોય અને તે દિવસે કોઈ સત્તાવાર કાર્યક્રમો થશે નહીં.

પીએમ મોદીએ ક્વીન એલિઝાબેથના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે, 'હું તેમની હૂંફ અને દયા ક્યારેય ભૂલીશ નહીં. રાણી એલિઝાબેથ દ્વિતીયને આપણા સમયની પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે તેમના રાષ્ટ્ર અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડ્યું. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતા દર્શાવી. તેમના મૃત્યુથી હું દુખી છું. આ દુઃખદ સમયે મારા વિચારો તેમના પરિવાર અને બ્રિટનના લોકો સાથે છે.'

બ્રિટનની રાણી એલિઝાબેથ II નું 96વયે અવસાન થયું છે. તેમણે સ્કોટલેન્ડના બાલમોરલ પેલેસમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે બ્રિટિશ રાજાશાહીમાં સૌથી લાંબી સેવા આપનાર શાસક હતા.

Next Story