/connect-gujarat/media/post_banners/362c380a1ee7e386ca3d476e215d953ab72525387aee03b0f01824a411d4dc3f.webp)
દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. ફાયરફાઈટરના 11 વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કોચિંગ સેન્ટરના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યા બાદ કોચિંગ સેન્ટરમાં હાજર વિદ્યાર્થીઓ દોરડાની મદદથી નીચે ઉતરીને પોતાનો જીવ બચાવતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે વિદ્યાર્થીઓ એક પછી એક દોરડાથી બહાર લટકી રહ્યા છે અને એક પછી એક નીચે આવી રહ્યા છે. કોચિંગ સેન્ટરના ચાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
આગ લાગ્યા બાદ કોચિંગ સેન્ટરમાં હાજર વિદ્યાર્થીઓ બહાર લટકતા દોરડાની મદદથી નીચે આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક પછી એક વિદ્યાર્થીઓ કેવી રીતે દોરડા પરથી નીચે ઉતરી રહ્યા છે તે જોઈ શકાય છે. જાણવા મળી રહ્યું છે કે કોચિંગ સેન્ટરમાં ધુમાડો ફેલાઈ જવાને કારણે વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તમામ વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે.